શોધખોળ કરો

લોકડાઉનના 20 દિવસમાં સરકારે ક્યા 20 મહત્વના નિર્ણયો લીધા? જાણો વિગતે

ઉજ્જવલા યોજના અંતર્ગત 14.2 કિલોનું ગેસ સિલિન્ડર લાભાર્થીને ત્રણ મહિના સુધી ફ્રી આપવામાં આવશે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે લાગુ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનનો આજે 20મો દિવસ છે. આ દિવસ દરમિયાન તમામ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને કેટલાક નિર્ણયો લીધા હતા. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી દેશના કેટલાક રાજ્યોએ લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે, પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકારે લોકડાઉને વધારવામાં આવશે કે નહીં તે મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી નથી. કેન્દ્ર સરકારે 20 દિવસમાં ક્યા 20 નિર્ણયો લીધા 1)આરોગ્ય સેતુ એપ લોન્ચ કરી. આ એપ દ્વારા કોરોનાને લઈ સ્વ મૂલ્યાંકન ટેસ્ટ કરી શકો છો. ઉપરાંત કોરોનાને લઈ તમામ અપડેટ્સ આપવામાં આવે છે. 2) ઓઈલ મંત્રાલયના પ્રવક્તના જણાવ્યા મુજબ, ગરીબ પરીવારોને 5 કિલોની આઠ ગેસ બોટલ ફ્રી આપવામાં આવશે.  . 3) નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને સરકારે 20 લાખ રિટેલ શોપ્સને સુરક્ષા સ્ટોર્સમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે. 4) કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીએ કોવિડ-19ના રેકોર્ડને લઈ એક વેબ પોર્ટલ રવિવારે લોન્ચ કર્યુ હતું. નોલેજ, ટેકનોલોજી એન્ડ ઈનોવેશનનું મિશ્રણ YUKTI નામે ઓળખાશે. 5) ઉજ્જવલા યોજના અંતર્ગત 14.2 કિલોનું ગેસ સિલિન્ડર લાભાર્થીને ત્રણ મહિના સુધી ફ્રી આપવામાં આવશે 6) નાણા મંત્રાલય દ્વારા કરદાતાઓ માટે 18,000 કરોડનું રિફંડ તાત્કાલિક અસરથી રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 7) મહિલાના સેલ્ફ હેલ્પ ગ્રુપો માટે કોઈપણ જાતની બાહેંધરી વિના 20 લાખ રૂપિયાની લોન આપવાની જાહેરાત કરાઈ. પહેલા આ મર્યાદા 10 લાખ રૂપિયાની હતી. 8) પીએમ-કિસાન સ્કીમ હેઠળ નાણા મંત્રાલય દ્વારા કરોડો ખેડૂતોના ખાતામાં કુલ મળીને 13,855 કરોડ રૂપિયા પ્રથમ હપ્તા તરીકે જમા કરવામાં આવ્યા. 9) મનરેગા હેઠળ આવતા કારીગરોનું વેતન 182રૂપિયાથી વધારીને 202 રૂપિયા કરવામાં આવ્યું. 10) નાણા મંત્રી નિર્મલા સીતારમન દ્વારા કોવિડ-19માંથી બહાર નીકળવા માટે 1.70 લાખ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી. 11) વિશેષ જોગવાઈ હેઠળ કર્મચારીઓ ઈપીએફમાંથી ત્રણ મહિનાનો પગાર એડવાન્સ ઉપાડી શકે તેવી જાહેરાત કરવાં આવી. 12) નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ હેઠળ વૃદ્ધો, વિધવા અને વિકલાંગોને  1,400 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. 13) આઈટી રિટર્નની તારીખ લંબાવીને 30 જુન, 2020 કરવામાં આવી. મોડો ઈન્કમટેક્સ ચૂકવવા પર લેવામાં આવતો વ્યાજ દર 12 ટકાથી ઘટાડીને 9 ટકા કરાયો. 14) બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન વર્કર્સ ફંડ હેઠલ 2 કરોડથી વધારે વર્કરો માટે 3066 કરોડ રૂપિયાની મદદ જાહેર કરવામાં આવી. 15) માર્ચ, એપ્રિલ અને મેના જીએસટી રિટર્નની તારીખ લંબાવીને 30 જૂન, 2020 કરવામાં આવી. આ ઉપરાંત 5 કરોડ સુધીનું ટર્ન ઓવર ધરાવતી કંપની માટે મોડું રિટર્ન ફાઇલ કરવા પર પેનલ્ટી કે વ્યાજ માફ કરવામાં આવ્યું. 16) જન ધન યોજના હેઠળ આશરે 20 કરોડ મહિલાઓને તેમના ખાતામાં 500 રૂપિયા જમા કરવામાં આવ્યા. 17) પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની તારીખ 30 જૂન, 2020 સુધી લંબાવવામાં આવી છે. 18) સમાજના વિવિધ વર્ગોની મદદ માટે સરકાર દ્વારા આશરે 30,000 કરોડ રૂપિયા રિલીઝ કરવામાં આવ્યા. 19) કોવિડ-19 મહામારીના કારણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એપ્રિલ-જૂન ક્વાર્ટરનો 12 મિલિયન મેટ્રિક ટન જથ્થો રિલીઝ કરવામાં આવ્યો હોવાનું સરકારે જણાવ્યું હતું. 20) કોરોના વાયરસ સામે લડતા દરેક હેલ્થ વર્કર માટે સરકારે 50 લાખ રૂપિયાના મેડિકલ ઈન્સ્યોરન્સની જોગવાઈ કરી છે. આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ભારતમાં કોરોના વાયરસના 9152 કેસ છે. જેમાથી હાલ 7987 સક્રિય છે, જ્યારે 856ને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 308 લોકોના કોરોના વાયરસથી મોત થયા છે.

ટોપ સ્ટોરી

'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને BSP માં સોંપી મોટી જવાબદારી 
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને BSP માં સોંપી મોટી જવાબદારી 

વિડિઓઝ

Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
Embed widget