શોધખોળ કરો

દેશના આ રાજ્યના 10 જિલ્લામાં થઈ તાળાબંધી, દૂધની દુકાન માત્ર બે કલાક જ રહેશે ખુલ્લી

રાયપુરના કલેકટર એસ ભારથી દાસને ઓર્ડર જાહેર કરતાં કહ્યું, કોવિડ-19ની ચેન તોડવા સમ્રગ રાયપુર જિલ્લાને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવો જરૂરી હતો.

રાયપુરઃ છત્તીસગઢમાં કોરોનાના વધી રહેલા કેસના કારણે રાજ્ય સરકારે રાજધાની રાયપુર સહિત 10 જિલ્લામાં તાળાબંધી કરવાનો નિર્ણય લીધો છે. તંત્ર દ્વારા રાયપુરને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, અહીં હાલ દૈનિક 1,000 કેસ નોંધાઈ રહ્યા છે. છત્તીસગઢમાં કોરોનાનો પ્રકોપ જોતાં 10 જિલ્લામાં આજે રાતે 9 વાગ્યાથી 28 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. રાયપુરના કલેકટર એસ ભારથી દાસને ઓર્ડર જાહેર કરતાં કહ્યું, કોવિડ-19ની ચેન તોડવા સમ્રગ રાયપુર જિલ્લાને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવો જરૂરી હતો. રાયપુરને સાંકળતી જિલ્લા બોર્ડર લોકડાઉન દરમિયાન સીલ કરવામાં આવશે. તમામ સરકારી, ખાનગી ઓફિસો બંધ રહેશે. રાયપુર સિવાય જશપુર, બાલોડા બઝાર, જંજગિર-ચાંપા, દુર્ગ, ભિલાઈ, ધામત્રી, બિલાસપુર સહિતના જિલ્લામાં પણ 28 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લાદવામાં આવ્યું છે. દેશના આ રાજ્યના 10 જિલ્લામાં થઈ તાળાબંધી, દૂધની દુકાન માત્ર બે કલાક જ રહેશે ખુલ્લી તંત્રએ લોકડાઉનનો કડક અમલ કરાવવાનો ફેંસલો લીધો છે. લોકોને ઘરની બહાર નીકળવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. લોકડાઉન દરમિયાન દવા લેવા કે હોસ્પિટલ જવાની જરૂરિયાત ઉભી થાય તો ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન સાથે લઈ જવું પડશે. આ સિવાય ઘરની બહાર નીકળવા પર પોલીસ અને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યા મુજબ, દવાની દુકાનો ખુલ્લી રાખી શકાશે પરંતુ કરિયાણા સહિતની તમામ દુકાનો બંધ રહેશે. દૂધની ડેરી સવારે 6 થી 8 અને સાંજે 5 થી 6.30 કલાક એમ બે શિફ્ટમાં ખોલી શકાશે. પેટ્રોલ પંપને સરકારી વાહનો અને જરૂરી સેવાઓ સાથે સંકળાયેલા ખાનગી વાહનોને જ પેટ્રોલ આપવાનો ઓર્ડર કરાયો છે. દેશના આ રાજ્યના 10 જિલ્લામાં થઈ તાળાબંધી, દૂધની દુકાન માત્ર બે કલાક જ રહેશે ખુલ્લી રાયપુરના ડીએસપી ટ્રાફિકે જણાવ્યું કે, રાજધાનીના તમામ ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ 21 સપ્ટેમ્બર રાતથી બંધ કરી દેવામાં આવશે. સાત દિવસ સુધી શહેરમાં ઝિક જેકર અને સ્ટોપર લાગેલા રહેશે. આ દરમિયાન પોલીસ ફ્લેગ માર્ચ કરશે. ડ્રોન કેમેરાથી દેખરેખ રાખવામાં આવશે. શહેરના આઠ એન્ટ્રી પોઈન્ટ પર આવતાં-જતાં તમામ લોકો પર નજર રાખવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget