શોધખોળ કરો
Advertisement
પંજાબમાં લોકડાઉનનો ભંગ કરી રહેલા ‘નિહંગા’એ હુમલો કરી ASIનો કાપ્યો હાથ, સાતની ધરપકડ
પંજાબના ડીઆઈજી દિનકર ગુપ્તાએ કહ્યું, આજે સવારે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં નિહંગાના એક સમૂહે પટિયાલાની સબ્જી મંડીમાં કેટલાક અધિકારી અને મંડી બોર્ડના અધિકારને ઘાયલ કર્યા હતા.
નવી દિલ્હીઃ પંજાબના પટિયાલા જિલ્લામાં રવિવારે લોકોના એક ટોળાએ હુમલો કરીને પોલીસકર્મીનો હાથ કાપી નાંખ્યો હતો. જ્યારે અન્ય બે પોલીસને ઘાયલ કર્યા હતા. આ કેસમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, ચાર પાંચ નિહંગાનો એક સમૂહ વાહનમાં યાત્રા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને સવારે આશરે સવા છ વાગે સબ્જી બજાર પાસે તેમને રોકવામાં આવ્યા હતા.
પંજાબના ડીઆઈજી દિનકર ગુપ્તાએ કહ્યું, આજે સવારે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં નિહંગાના એક સમૂહે પટિયાલાની સબ્જી મંડીમાં કેટલાક અધિકારી અને મંડી બોર્ડના અધિકારને ઘાયલ કર્યા હતા. હરજીત સિંહનો હાથ કપાઈ ગયો છે. જેમને પીજીઆઈ ચંદીગઢમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ, પાસ ન હોવાના કારણે બોર્ડના અધિકારીઓ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા. આ વાતને લઈ ગુસ્સે થયેલા નિહંગોએ પોલીસ પર તલવારથી હુમલો કર્યો હતો. જેમાં એક એએસઆઈનો હાથ કપાયો હતો.
એએસઆઈએ કહ્યું કે હુમલા બાદ નિહંગ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. તેમની ધરપકડ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ઘટના ત્યારે ઘટી જ્યારે કોરોના વાયરસના પ્રકોપને ધ્યાને લઈ રાજ્યમાં પ્રતિબંધ લાગુ છે. પંજાબમાં છેલ્લા 24 કલાકમાં કર્ફ્યૂ અને લૉકડાઉનના નિયમોનું પાલન કરાવી રહેલી પોલીસ ટીમો પર હુમલાની આ ત્રીજી ઘટના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion