શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વાઈન શોપની બહાર દારૂ લેવા લોકોનાં ટોળેટોળાં ઉમટ્યા, ગણતરીની મીનિટોમાં જ બંધ કરવી પડી દુકાનો
લગભગ 40 દિવસ બાદ દેશમાં ઘણી જગ્યાએ દારૂની દુકાનો ફરીથી ખુલી તો ત્યાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પરંતુ ઘણી દુકાનોની બહાર તો સોશિયલ ડિસ્ટેંસિંગ નિયમનું પાલન ન કરવાથી દુકાનોને ફરીથી બંધ કરી દેવામાં આવી
લગભગ 40 દિવસ બાદ દેશમાં ઘણી જગ્યાએ દારૂની દુકાનો ફરીથી ખુલી તો ત્યાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પરંતુ ઘણી દુકાનોની બહાર તો સોશિયલ ડિસ્ટેંસિંગ નિયમનું પાલન ન કરવાથી દુકાનોને ફરીથી બંધ કરી દેવામાં આવી હતી. અંદાજે એક કિલોમીટર જેટલી લાઈન લાગી હતી.
લોકો દારૂની દુકાન ખુલ્યા પહેલાં જ લોકો લાઈનમાં ઉભા થઈ જાયા છે. દિલ્હી, બેંગલુરૂ, મુંબઈ, લખનઉ અને અન્ય દેશના અલગ-અલગ શહેરોમાં સોમવારે ઘણાં એવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં જ્યાં લોકો વહેલી સવારથી જ દારૂ લેવા માટે લાઈનમાં ઉભા હતાં.
એક દુકાન પર પહેલા ગ્રાહકોનું સ્વાગત ફૂલોની માળાઓથી કરવામાં આવ્યું જ્યારે એક અન્ય દુકાન પર ગ્રાહકોનું સ્વાગત નારિયેળ ફોડીને કરવામાં આવ્યું હતું.
ભારે ભીડના કારણે દિલ્હી, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશના ઘણાં શહેરોમાં દારૂની દુકાનો ખુલ્યાની ગણતરીની મીનિટોમાં જ બંધ કરવાની ફરજ પડી હતી.
દેશના ઘણાં વિસ્તારોમાં દારૂની દુકાનો પર સોશિયલ ડિસ્ટેસિંગના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
ઘણી જગ્યાએ તો ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠી ચાર્જ પણ કર્યો હતો.
કેન્દ્ર સરકારના આદેશ બાદ કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે લોકડાઉન લંબાવવામાં આવ્યું છે જેમાં ઘણાં રાજ્યોમાં દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
દિલ્હીમાં દારૂ મોંઘી થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલ સરકારે દારૂના વેચાણ પર સ્પેશિયલ કોરોના ફી લગાવી છે. હવે લોકો દારૂ MRPr 70 ટકા વધારે મોંઘી મળશે. આજે સવારથી જ નવો ભાવ લાગી થઈ ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion