Lok Sabha Elections 2024: PM મોદીએ કહ્યુ- 'ધર્મના આધાર પર અનામત લાગુ કરવા માંગે છે કોગ્રેસ'
PM મોદીએ મધ્યપ્રદેશના સાગરમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા
Lok Sabha Elections 2024: PM મોદીએ મધ્યપ્રદેશના સાગરમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને રેલી દરમિયાન કહ્યું કે કોંગ્રેસ વિશે એવું સત્ય સામે આવ્યું છે જેને સાંભળીને દેશ ચોંકી ગયો છે. કોંગ્રેસ ઈચ્છે છે કે એસસી-એસટીનો 15 ટકા ક્વોટા કાપવામાં આવે અને ધર્મના આધારે અનામત લાગુ કરવામાં આવે.
#WATCH | Madhya Pradesh: Addressing a public rally in Betul, PM Narendra Modi says, "...When the Congress government was formed at the Centre, they first introduced religion-based reservation in Andhra Pradesh. But then Congress was not completely successful in its plans.… pic.twitter.com/9oQhTv90Yp
— ANI (@ANI) April 24, 2024
વડાપ્રધાને કહ્યું, “આપણું બંધારણ સ્પષ્ટપણે કહે છે કે ધર્મના આધારે કોઈને અનામત આપવામાં આવશે નહીં. બાબા સાહેબ આંબેડકર પોતે તેની વિરુદ્ધ હતા. કોંગ્રેસ આ ઠરાવને પૂર્ણ કરવા માટે વિવિધ યુક્તિઓ અપનાવી રહી છે. તેમણે 2004માં આંધ્રપ્રદેશમાં ધર્મના આધારે અનામત આપ્યું હતું અને બાબા સાહેબની પીઠમાં છરો માર્યો હતો. 2009ની ચૂંટણી હોય કે 2014ની ચૂંટણી હોય ધર્મના આધારે અનામતનું વચન આપવામાં આવ્યું હતું. કોંગ્રેસનો ઉદ્દેશ્ય છે કે આ ક્વોટા ધર્મના આધારે અનામત પર લાગુ થવો જોઈએ.
#WATCH | Madhya Pradesh: Addressing a public rally in Betul, PM Narendra Modi says, "...A few days ago Telangana CM said that he will provide reservation to the Muslims. Congress can go to any extent to make their vote bank happy. Congress has started preparations to strengthen… pic.twitter.com/ka2TECR0Ca
— ANI (@ANI) April 24, 2024
'કોંગ્રેસે ઓબીસીના અધિકારો છીનવી લીધા'
પીએમ મોદીએ કોંગ્રેસ પર ઓબીસી સમુદાય સાથે વિશ્વાસઘાત કરવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, "કોંગ્રેસે ગેરકાયદેસર રીતે ચાલાકીનો આશરો લીધો છે અને ઓબીસી સમુદાય સાથે છેતરપિંડી કરી છે. તેઓએ બધા મુસ્લિમોને એક જ ક્વોટામાં મૂક્યા. આમ કરીને તેઓએ ઓબીસીના અધિકારો છીનવી લીધા. કોંગ્રેસે ઓબીસીના અધિકારો છીનવી લીધા છે. કોંગ્રેસે સામાજિક ન્યાયની હત્યા કરી છે.
તમારી સુરક્ષા માટે 400થી વધુ સીટોની જરૂર છે - પીએમ મોદી
રેલીને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે તમે રાજ્યમાં રણનીતિ અપનાવી રહ્યા છો. અનામતની ચોરી કરવા માટે જે રમત રમવી રહ્યા છો. તમારા ઇરાદાઓને રોકવા માટે મોદીને 400 પાર બેઠકો જોઇએ છે. મારે દલિતો, આદિવાસીઓ, ઓબીસીના અનામતનું રક્ષણ કરવું છે. હું તમને અનામત આપતો રહીશ.
તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ તમારી સંપત્તિ પણ છીનવી લેવા માંગે છે. કોંગ્રેસ એક્સ-રે કરાવવા જઈ રહી છે. તમારા લોકરમાં શું છે તેઓ શોધી કાઢશે, માતા-બહેનોએ મૂડી બચાવી હશે, લોકરમાં દાગીના છે કે મંગળસૂત્ર, કોંગ્રેસ બધું છીનવવામાં વ્યસ્ત છે. તે તમારી પાસેથી બધું છીનવીને પોતાની વોટ બેન્કને આપવા માંગે છે. તેમનો છૂપો એજન્ડા બહાર આવી ગયો છે.
'કોંગ્રેસ તમારા પૂર્વજોની સંપત્તિ લૂંટવા માંગે છે'
પીએમએ કહ્યું કે આપણા દેશમાં દાદા-દાદી, નાના-નાની કાંઇક બચાવીને રાખે છે. તેમના મનમાં હોય છે કે તેમના પૌત્ર અને પૌત્રીઓ માટે ઉપયોગી થશે. તેઓ ખોટા ખર્ચ કરતા નથી. જે સંપત્તિ તમારા પૂર્વજોએ સાચવી છે તેના પર પણ ટેક્સ લગાવીને કોંગ્રેસ લૂંટવા માંગે છે. કોંગ્રેસને ભારતના પારિવારિક મૂલ્યોનો ખ્યાલ નથી. તે કૌટુંબિક મૂલ્યોથી દૂર છે.
'કોંગ્રેસને મંદિર જનારાઓથી સમસ્યા છે'
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ ન થવા બદલ વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, “કોંગ્રેસ આપણી આસ્થા પર હુમલો કરે છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર કોંગ્રેસે શું કર્યું તે બધાએ જોયું. ભગવાન રામને કાલ્પનિક ગણાવતી કોંગ્રેસે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના આમંત્રણને ફગાવી દીધું હતું. તેમને મંદિરો અને મંદિર જનારાઓથી સમસ્યા છે. કોંગ્રેસના લોકોએ કહ્યું હતું કે અહીં સંત રવિદાસનું મંદિર બનાવવાને બદલે અહીં કંઈક બીજું બનાવ્યું હોત તો સારું થાત.