શોધખોળ કરો
Advertisement
ખેડૂતો સાથે જોડાયેલા બે બિલ લોકસભામાં પાસ, કોગ્રેસે કર્યું વોકઆઉટ
વિરોધ વચ્ચે ખેડૂતો સાથે જોડાયેલા બે બિલ લોકસભામાં પાસ થઇ ગયા છે. કોગ્રેસના સભ્યોએ તેનો વિરોધ કરતા લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું
નવી દિલ્હીઃ વિરોધ વચ્ચે ખેડૂતો સાથે જોડાયેલા બે બિલ લોકસભામાં પાસ થઇ ગયા છે. કોગ્રેસના સભ્યોએ તેનો વિરોધ કરતા લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું. જે બે બિલ પાસ કરવામાં આવ્યા છે તે ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ 2020, અને ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈસ અશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલ 2020 છે. હવે તેને રાજ્યસભામાં પાસ કરવામાં આવશે.
નોંધનીય છે કે બંન્ને બિલનો વિરોધ કરતા અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલે ગુરુવારે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતુ. મોદી કેબિનેટમાં તે એકમાત્ર અકાલી દળમાંથી સભ્ય હતા.
આ બિલનો વિરોધ કરતા ટ્વિટમાં હરસિમરત કૌરે લખ્યું હતું કહ્યું કે, મેં ખેડૂત વિરોધી અધ્યાદેશો અને કાયદાના વિરોધમાં કેન્દ્રિય મંત્રીમંડળમાં રાજીનામું આપ્યું છે. ખેડૂતોની સાથે તેમની દીકરી અને બહેનના રૂપમાં ઉભા રહેવા પર ગર્વ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion