Lok Sabha Security Breach: 7 દિવસના પોલીસ રિમાંડ પર મોકલવામાં આવ્યા 4 આરોપી, જાણો કોર્ટમાં શું થઈ દલીલ
Lok Sabha Security Breach: દિલ્હી પોલીસે 15 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટને કહ્યું કે આ આતંકવાદી પ્રવૃત્તિ જેવી ઘટના છે.
Lok Sabha Security Breach: સંસદની સુરક્ષામાં મોટી ખામીના મામલામાં પટિયાલા હાઉસ કોર્ટે ચાર આરોપીઓને સાત દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. આ ચાર આરોપીઓના નામ નીલમ આઝાદ, અમોલ શિંદે, સાગર શર્મા અને મનોરંજન ડી છે. દિલ્હી પોલીસે 15 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટને કહ્યું કે આ આતંકવાદી પ્રવૃત્તિ જેવી ઘટના છે.
આ ચાર પૈકી સાગર શર્મા અને મનોરંજન ડી એવા છે જેઓ લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહની અંદર કૂદ્યા હતા અને ધુમાડો ફેલાવ્યો હતો. નીલમ આઝાદ અને અમોલ શિંદે એ લોકો છે જેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સંસદ પરિસરમાં ધુમાડો ફેલાવ્યો હતો.
કઈ દલીલો કરવામાં આવી?
દિલ્હી પોલીસના વકીલે કોર્ટને જણાવ્યું કે આ કેન મહારાષ્ટ્રમાંથી ખરીદવામાં આવ્યું હતું. આરોપીઓ અલગ અલગ જગ્યાના છે. આવી સ્થિતિમાં આરોપીઓને લખનૌ, ગુરુગ્રામ અને મૈસૂર સહિત ઘણી જગ્યાએ લઈ જવા પડે છે. તેમને રૂબરૂ બેસાડીને પૂછપરછ કરવી પડશે. મીટિંગ ક્યાંથી થઈ અને કોણે પૈસા આપ્યા તે બધું જ શોધવાનું રહેશે. આ કારણોસર 15 દિવસના રિમાન્ડ આપવા જોઈએ. દિલ્હી પોલીસની આ દલીલ પર આરોપીના રિમાન્ડ વકીલે કહ્યું કે તપાસ માટે 5 દિવસ પૂરતા છે.
#UPDATE | Parliament security breach matter | Delhi Court grants 7-day custody of all the four accused to Delhi Police Special Cell
— ANI (@ANI) December 14, 2023
વકીલે વધુમાં કહ્યું કે તેઓએ સંસદ ભવનના ડેપ્યુટી ડાયરેક્ટર સિક્યુરિટીની ફરિયાદ પર આઈપીસી અને યુએપીએની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. સાગર અને મનોરંજનને સંસદની ગેલેરીના પાસ મળ્યા અને પછી ગૃહમાં કૂદી પડ્યા અને તેમના જૂતામાં છુપાયેલા કલર બોમ્બનો ઉપયોગ કર્યો. આ ઘટના આતંકવાદી કૃત્ય સમાન છે કારણ કે તે એક સુનિયોજિત કાવતરું હતું અને ભારતની સંસદ પર હુમલો કરવામાં આવ્યો હતો.
કેવી રીતે શું થયું?
બુધવારે લોકસભાની કાર્યવાહી દરમિયાન બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી સદનની અંદર કૂદી પડ્યા અને સ્પ્રે વડે ધુમાડો ફેલાવ્યો હતો. આ દરમિયાન નીલમ આઝાદ અને અમોલ શિંદે કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.