(Source: ECI/ABP News/ABP Majha)
Love Story : PUBG રમતા પાકિસ્તાની મહિલા પ્રેમમાં બની પાગલ, 4 બાળકો સાથે ઓળંગી સરહદ અને...
આ રમત દરમિયાન તે પાકિસ્તાનની રહેવાસી સીમા હૈદરના સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે ચેટ શરૂ થઈ. બંનેએ જોતાં જ એકબીજાને પ્રેમ થઈ ગયો હતો.
Pakistani Woman Fell in love : કહેવાય છે કે પ્રેમમાં વ્યક્તિ ગમે તે હદે જાય છે. આવો જ એક કિસ્સો ગ્રેટર નોઈડાથી સામે આવ્યો છે. PUBG રમતી વખતે એક પાકિસ્તાની મહિલાને એક ભારતીય છોકરા સાથે પ્રેમ થઈ ગયો. પ્રેમમાં આ યુવતી તે યુવક માટે તેના ચાર બાળકો સાથે ગ્રેટર નોઈડા પહોંચી હતી. પોલીસ કસ્ટડીમાં મહિલા અને યુવકની પૂછપરછ કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાબુપુરા નગરનો રહેવાસી સચિન કરિયાણાની દુકાનમાં કામ કરતો હતો. તેને PUBG રમવાનો શોખ હતો. આ રમત દરમિયાન તે પાકિસ્તાનની રહેવાસી સીમા હૈદરના સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે ચેટ શરૂ થઈ. બંનેએ જોતાં જ એકબીજાને પ્રેમ થઈ ગયો હતો. આ મહિલા પ્રેમથી એટલી ઓતપ્રોત થઈ ગઈ હતી કે તે સચિન માટે પાકિસ્તાનથી તેના ચાર બાળકો સાથે ગ્રેટર નોઈડા આવી હતી.
આ રસ્તે ભારત આવી ગઈ આ મહિલા
આ મહિલા નેપાળ થઈને ભારતમાં પ્રવેશી હતી. ત્યાર બાદ તે રબુપુરા પહોંચી હતી. યુવક યુવતી સાથે રાબુપુરામાં જ ભાડાના મકાનમાં રહેતો હતો. આ અંગે પોલીસને જાણ થતાં યુવક મહિલા અને તેના બાળકો સાથે ભાગી ગયો હતો. જ્યારે પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓએ મહિલાને શોધી કાઢી હતી અને તેને કસ્ટડીમાં લીધી છે અને તેની પૂછપરછ કરી રહી છે.
યુવકે મકાન માલિકને કહ્યું કહ્યું કે....
આ અંગે મકાન માલિક બ્રિજેશે જણાવ્યું હતું કે, સચિન મે મહિનામાં તેની પાસે આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, તે ભાડે રૂમ લેવા માંગે છે. તેણે કોર્ટ મેરેજ કર્યા છે અને તેને ચાર બાળકો છે. નજીકમાં હોવાથી તેને ભાડે રૂમ આપવામાં આવ્યો હતો.
'તે સૂટ સલવાર અને સાડી પહેરતી હતી'
તેણે કહ્યું હતું કે, અમને ક્યારેય લાગ્યું નથી કે તેની સાથે રહેતી મહિલા પાકિસ્તાનની છે. તે સૂટ સલવાર અને સાડી પહેરતી હતી. જ્યારે આ લોકો એક તારીખે નિકળી ગયા ત્યારે પોલીસ આવી હતી. ત્યારે જઈને અમને જાણવા મળ્યું હતું કે, મહિલા છેક પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે આવી હતી.
તપાસ ચાલી રહી છે - ADCP ગ્રેટર નોઈડા
એડીસીપી ગ્રેટર નોઈડા અશોક કુમારે જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે રાબુપુરામાં એક પાકિસ્તાની મહિલા 4 બાળકો સાથે ફરતી હતી. આ અંગે પોલીસ ટીમની રચના કરવામાં આવી હતી. ત્યાર બાદ સ્થાનિક ઈન્ટેલિજન્સ, ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અને બીટ પોલીસિંગની મદદથી રબુપુરા પોલીસે મહિલાને શોધી કાઢી હતી.
એડીસીપીએ જણાવ્યું હતું કે, તેનું નામ સીમા ગુલામ હૈદર છે, જે PUBG દ્વારા રબુપુરાના રહેવાસી નેત્રપાલના પુત્ર સચિનના સંપર્કમાં આવી હતી. તેની સાથે રહેવા નેપાળ થઈને ભારત પહોંચી હતી. આ બાબતે વિગતવાર માહિતી મેળવવામાં આવી રહી છે.