શોધખોળ કરો
Advertisement
આમ આદમીને વધુ એક ઝટકો, પેટ્રોલ-ડીઝલ બાદ LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો
નવા વધારા બાદ દિલ્હીમાં સબ્સિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમત 594 રૂપિયા થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલ બાદ આમ આદમીની ખિસ્સા પર રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા વધારાથી બોજ વધી ગયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા સબ્સિડી વગરના LPG રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
આઈઓસીએલની વેબસાઈટ પ્રમાણે, દિલ્હીમાં 14.2 કિલોગ્રામવળો નોન સબ્સિડી એલપીજી સિલિન્ડર એક રૂપિયો મોંઘો થઈ ગયો છે. કોલકાતમાં 4 રૂપિયાનો વધારો થયો છે. મુંબઈમાં 3.50 રૂપિયા અને ચેન્નઈમાં 4 રૂપિયાનો વધારો થયો છે.
નવા વધારા બાદ દિલ્હીમાં સબ્સિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમત 594 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં તેનો ભાવ 616 રૂપિયાથી વધીને 620.50 રૂપિયા થયો છે. ચેન્નઈમાં ગેસના બાટલાની કિંમત 606.50 રૂપિયાથી વધીને 610.50 રૂપિયા પર પહોંચી છે.
19 કિલોગ્રામવાળા સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. 19 કિલોવાળા એલપીજી ગેસે સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1139.50 રૂપિયાથી ઘટીને 1135 રૂપિયા થઈ છે. જ્યારે મુંબઈમાં 19 કિલોવાળા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 1197.50 રૂપિયાથી ઘટીને 1193 રૂપિયા થઈ ગઈ છે.
આજે ઓઈલ કંપનીઓ દ્વારા ATFની કિંમતમાં 7.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એક મહિના દરમિયાન એવિએશન ટર્બાઈન ફ્યૂલના ભાવમાં ત્રીજી વખત વધારો કર્યો છે. દિલ્હીમાં એટીએફની કિંમત વધીને 41,992.8 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement