Firing: યુપીમાં વધુ એક ગેન્ગસ્ટર ઠાર, ધોળેદહાડે કોર્ટ પરિસરમાં થયુ તાબડતોડ ફાયરિંગ
સંજીવ મહેશ્વરીની હત્યા કરવામાં આવી છે, ખાસ વાત છે કે, સંજીવ મહેશ્વરી મુખ્તાર અન્સારીનો નજીકના હતા, અને ભાજપના નેતા બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યાનો આરોપી પણ હતો.
Lucknow Court Firing: યુપીમાં વધુ એક ગેન્ગસ્ટર ઠાર મરાયાની ખબર સામે આવી છે, લખનઉ કોર્ટ પરિસરમાં આજે ફાયરિંગ થયુ છે, આ ફાયરિંગમાં યુપીમાં વધુ એક ગેન્ગસ્ટર ઠાર મરાયો છે. લખનઉ કોર્ટમાં ફાયરિંગની ઘટનામાં ગેન્ગસ્ટર સંજીવ જીવાને ઠાર મારવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશની લખનઉ કોર્ટમાં તાબડતોડ થયેલા ફાયરિંગમાં ગેન્ગસ્ટર સંજીવ જીવાને ગોળી વાગી હતી, જ્યાં તેનુ મોત થયુ હતુ, આ ઘટનામાં એક યુવતીને પણ ગોળી વાગી હતી. આ ઘટના લખનઉના કૈસરબાગમાં પૉસ્કો કોર્ટના ગેટ પર વકીલના વેશમાં આવેલા બદમાશે યુવકેને ગોળી મારી હતી.
સંજીવ મહેશ્વરીની હત્યા કરવામાં આવી છે, ખાસ વાત છે કે, સંજીવ મહેશ્વરી મુખ્તાર અન્સારીનો નજીકના હતા, અને ભાજપના નેતા બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યાનો આરોપી પણ હતો. સંજીવને પ્રૉડક્શન માટે આજે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં તેના પર ફાયરિંગ થયુ હતુ, આ ફાયરિંગની ઘટનામાં ચારથી પાંચ લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. સંજીવ મહેશ્વરી જીવા પશ્ચિમ યુપીનો કુખ્યાત ગેન્ગસ્ટર હતો. પોલીસે હુમલાખોરની અટકાયત કરી છે. પોલીસ હુમલાખોરને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ ગઈ હતી.
આ પહેલા ગેન્ગસ્ટર અનિલ દુજાનાને યુપી એસટીએફે એન્કાઉન્ટરમાં કર્યો હતો ઠાર
ઉત્તરપ્રદેશમાં વધુ એક એન્કાઉન્ટરના સમાચાર છે, ગેન્ગસ્ટર અનિલ દુજાના યુપી એસટીએફની સાથે અથડામણમાં ઠાર મરાયો છે. થોડાક દિવસો પહેલા યુપીના ટૉપ 65 માફિયાઓનું લિસ્ટ યુપી સરકારની ઓફિસમાંથી બહાર પાડવામાં આવ્યુ હતુ. આમાં ગ્રેટર નોઇડાના અનિલ દુજાનાનુ નામ પણ સામેલ હતુ. કુખ્યાત ગેન્ગસ્ટર અનિલ દુજાના છેલ્લા કેટલાય સમયથી દિલ્હીની તિહાર જેલમાં બંધ હતો, પરંતુ થોડા સમય પહેલા તે જામીન પર બહાર આવ્યો હતો. જેલમાંથી બહાર આવતા જ અનિલ દુજાનાએ જયચંદ પ્રધાન હત્યા કેસમાં તેની પત્ની અને સાક્ષી સંગીતાને ધમકી આપી હતી. આ પછી ઉચ્ચ અધિકારીઓએ કાર્યવાહી કરી અને ગયા અઠવાડિયામાં અનિલ દુજાના સામે 2 કેસ દાખલ કર્યા હતા. નોઈડા પોલીસની સ્પેશ્યલ ટીમ અને STFની ટીમ દુજાનાને પકડવા કામે લાગી હતી. માહિતી છે કે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન 7 ટીમો 20 થી વધુ જગ્યાઓ પર સતત રેડ કરી રહી હતી. આ પહેલા ગેન્ગસ્ટર અતીક અહેમદના દીકરાનું પણ યુપી એસટીએફે એન્કાઉન્ટર કરીને ઠાર માર્યો હતો. આ પછી એતીક અહેમદ અને તેના ભાઇ અશરફ અહેમદની જાહેર રસ્તા પર હત્યા કરાઇ હતી.
કુસ્તીબાજોના મામલામાં એક્શન, બ્રિજભૂષણ સિંહના UPના ઘર પહોંચી SIT, પરિવાર સહિત 12ના નિવેદન નોંધ્યા
Brij Bhushan Singh: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ અને ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજો લાંબા સમયથી પ્રદર્શન કરી રહ્યા છે. જાતીય સતામણીના આરોપો બાદ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. જેના માટે કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠા હતા. હવે આ મામલે દિલ્હી પોલીસની SIT ઉત્તર પ્રદેશ પહોંચી છે. મહિલા કુસ્તીબાજોના જાતીય સતામણી કેસની તપાસ કરી રહેલી SIT ગોંડામાં સાંસદ બ્રિજ ભૂષણ સિંહના પૈતૃક નિવાસસ્થાને પહોંચી હતી જ્યાં ઘણા લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.
લોકોના નિવેદનો નોંધ્યા
દિલ્હી પોલીસની ટીમ બ્રિજભૂષણ શરણના પૈતૃક આવાસ વિશ્નોહરપુર પહોંચી હતી અને અહીં સાંસદના નજીકના સંબંધીઓ, સહયોગીઓ અને સુરક્ષા કર્મચારીઓ સહિત 12 લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા. તપાસ ટીમે પુરાવા તરીકે ગોંડાના કેટલાક લોકોના નામ, સરનામા, મોબાઈલ નંબર અને ઓળખ કાર્ડ એકત્ર કર્યા છે. જે બાદ આ મામલે આગળની કાર્યવાહી થઈ શકે છે.
પોલીસ આરોપોની તપાસ કરી રહી છે
દિલ્હી પોલીસની એસઆઈટી આ મામલે ગોંડાના લોકોના નિવેદન નોંધી ચૂકી છે. તે દેશમાં તેમજ વિદેશમાં કુસ્તી સ્પર્ધાઓ દરમિયાન બીજેપી સાંસદ પર લાગેલા આરોપોની તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસની આ તપાસ લાંબા સમયથી ચાલી રહી છે. જો કે, કુસ્તીબાજો સતત સવાલો ઉઠાવી રહ્યા છે કે આટલા ગંભીર આરોપો છતાં બ્રિજભૂષણ સિંહ સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી તરફ દિલ્હી પોલીસનું કહેવું છે કે આ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે. મહિલા કુસ્તીબાજો તરફથી દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે લાંબા સમય સુધી એફઆઈઆર નોંધી ન હતી. આ પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને તરત જ FIR નોંધવામાં આવી. દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આ કેસમાં આરોપી સાંસદ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. બીજેપી સાંસદ વિરુદ્ધ પોક્સો સહિતની તમામ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, જોકે કોઈની ધરપકડ કરવામાં આવી ન હતી.