Mahakumbh 2025: કુંભમાં બુકિંગના નામે સાઈબર ફ્રોડ, સતર્ક રહેવા પોલીસે જાહેર કર્યો વીડિયો
13મી જાન્યુઆરીથી મહાકુંભની શરૂઆત થઈ રહી છે. આસ્થાની ડૂબકી લગાવવા કરોડો લોકોની ભીડ પ્રયાગરાજ પહોંચશે.
Kumbh Mela 2025: 13મી જાન્યુઆરીથી મહાકુંભની શરૂઆત થઈ રહી છે. આસ્થાની ડૂબકી લગાવવા કરોડો લોકોની ભીડ પ્રયાગરાજ પહોંચશે. આવી ભીડને મેનેજ કરવા માટે સરકારે લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઉત્તમ વ્યવસ્થા કરી છે. લોકોને રહેવા માટે હોટલ, કોટેજ અને ગેસ્ટ હાઉસનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન સાયબર ગુનેગારો પણ ઓનલાઈન બુકિંગ દ્વારા પોતાનો ધંધો ચલાવી રહ્યા છે. નકલી વેબસાઇટ્સ અને લિંક્સ દ્વારા આ સાયબર ગુનેગારો તમને તમારું બુકિંગ કરવાનું કહીને તમારા એકાઉન્ટમાંથી તમામ પૈસા ચોરી શકે છે. તેનાથી બચવા માટે યુપી પોલીસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જાગૃતિ માટે વિડીયો શેર કર્યો છે. જેમાં કુંભ દરમિયાન ઓનલાઈન બુકિંગ દ્વારા સાઈબર ગુનેગારો લોકો સાથે કેવી રીતે છેતરપિંડી કરી રહ્યા છે તે દર્શાવવામાં આવ્યું છે. લોકોને ઓછા ખર્ચે રહેવા, ખાવા-પીવાની અને મુસાફરીની સુવિધાની લાલચ આપીને તેઓ લોકોને પોતાની જાળમાં ફસાવીને તેમના પૈસા પડાવી લે છે.
ક્યાંથી બુકિંગ કરવું ?
વીડિયોના અંતમાં બોલિવૂડ એક્ટર સંજય મિશ્રા પણ જોવા મળી રહ્યા છે જે લોકોને સાયબર ફ્રોડથી વાકેફ કરવા માટે કુંભ દરમિયાન યોગ્ય રીતે હોટલ, ગેસ્ટ હાઉસ અને કોટેજ કેવી રીતે બુક કરાવવું તે લોકોને કહી રહ્યા છે. વીડિયોમાં તેમને કહેતા સાંભળી શકાય છે કે, "આ સાયબર ગુનેગારો નકલી વેબસાઇટ્સ અને લિંક્સ દ્વારા તમને છેતરવાનો પ્રયાસ કરશે, પરંતુ તમારે ફક્ત સત્તાવાર વેબસાઇટ kumbh.gov.in પર જવું પડશે. જ્યાં તમને હોટલ, ગેસ્ટ હાઉસ અને યાદી મળશે. કોટેજનું તમારું સ્થાન પસંદ કરો અને પછી તમારું બુકિંગ કરો.
महाकुंभ में आस्था की डुबकी लगाएं, लेकिन साइबर स्कैम के जाल में न फंसें!
— UP POLICE (@Uppolice) January 5, 2025
सिर्फ पंजीकृत वेबसाइट से बुकिंग कराएं, वरना साइबर ठग आपका ठिकाना भी गायब कर सकते हैं।
सतर्क रहें, सुरक्षित रहें!
प्रयागराज महाकुंभ में ठहरने के अधिकृत स्थानों की सूची निम्न लिंक से डाउनलोड… pic.twitter.com/9X6XzY7nxy
યુપી પોલીસે લોકોને ચેતવણી આપી
આ વીડિયો યુપી પોલીસ દ્વારા તેના સત્તાવાર હેન્ડલ પરથી સોશિયલ સાઈટ પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવો પરંતુ સાઈબર ઠગની ઝાળમાં ન ફસાતા. માત્ર આધિકારીક વેબસાઈટ દ્વારા બુકિંગ કરો. નહીં તો સાયબર ઠગ તમારી સાથે છેતરપીંડી કરી શકે છે. સાવચેત રહો, સુરક્ષિત રહો!” વીડિયોની સાથે યુપી પોલીસે પ્રયાગરાજ મહાકુંભમાં રહેવા માટે અધિકૃત સ્થળોની યાદીની લિંક પણ શેર કરી છે. તેને ડાઉનલોડ કરીને, તમે તે તમામ હોટલ, ગેસ્ટ હાઉસ અને કોટેજની સૂચિ જોઈ શકો છો.
Jammu Kashmir Weather: શ્રીનગરમાં તાપમાન માઈનસ ડિગ્રીએ પહોંચ્યું,જનજીવન પ્રભાવિત