![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Jammu Kashmir Weather: શ્રીનગરમાં તાપમાન માઈનસ ડિગ્રીએ પહોંચ્યું,જનજીવન પ્રભાવિત
જમ્મુ કશ્મીરની ઘાટીમાં જોરદાર બરફવર્ષા થઈ રહી છે. શ્રીનગરના મુગલ રોડ પર બરવર્ષાના કારણે હાઈવે 8 દિવસથી બંધ છે.
![Jammu Kashmir Weather: શ્રીનગરમાં તાપમાન માઈનસ ડિગ્રીએ પહોંચ્યું,જનજીવન પ્રભાવિત Srinagar Jammu and Kashmir Weather Update Today Jammu Kashmir Weather: શ્રીનગરમાં તાપમાન માઈનસ ડિગ્રીએ પહોંચ્યું,જનજીવન પ્રભાવિત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/05/60cefd933e8183711afb78674b5ec368173606551321678_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જમ્મુ કાશ્મીર: જમ્મુ કશ્મીરની ઘાટીમાં જોરદાર બરફવર્ષા થઈ રહી છે. શ્રીનગરના મુગલ રોડ પર બરવર્ષાના કારણે હાઈવે 8 દિવસથી બંધ છે. પ્રશાસન હાઈવે પરનો બરફ હટાવવાની કામગીરી કરી રહ્યું છે. રસ્તાઓ પર બરફનો મોટો થર જામ્યો છે. જમ્મુ-કશ્મીરના સોનમર્ગમાં કાતિલ ઠંડી પડી રહી છે. હિમવર્ષાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. એક ગામમાં સન્નાટો છવાયો છે. ઘર છોડીને અન્ય સ્થળે લોકોએ આશરો લીધો છે. મકાનોના દરવાજા પર તાળા જોવા મળ્યા છે.
#WATCH | J&K: Cold wave continues as the temperature in Srinagar continues to remain below freezing point and the city remains enveloped under a blanket of fog.
— ANI (@ANI) January 5, 2025
Visuals from Dal Lake. pic.twitter.com/3Y7jeIXFDe
જમ્મુ-કાશ્મીરમાં શીત લહેર ચાલુ છે અને તાપમાન સતત શૂન્ય ડિગ્રીથી નીચે છે. આ તીવ્ર ઠંડીના કારણે શહેરમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે, જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે અને સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.
જમ્મુના ભદ્રવાહ વિસ્તારમાં હિમવર્ષાએ તેને શિયાળાની મોસમનું સુંદર દ્રશ્ય બનાવી દીધું છે. આ વિસ્તારના ઝરણા થીજી ગયા છે અને ત્યાં બરફની ચાદર બની છે. તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે યથાવત છે, જેના કારણે ભદ્રવાહમાં ઠંડીની તીવ્રતા વધુ વધી છે. આ વિસ્તાર હવે વિન્ટર વન્ડરલેન્ડ જેવો દેખાય છે.
જમ્મુ-કશ્મીરના પુંછમાં માર્ગો પરથી બરફ હટાવવામાં આવી રહ્યો છે. બીઆરઓની ટીમ સતત માર્ગ પરનો બરફ હટાવવાની કામગીરીમાં જોતરાઈ છે. રસ્તાની બન્ને તરફ બરફ જામ્યો છે.
કેટલાક રાજ્યોમાં શીતલહેરનું એલર્ટ
દિલ્હી NCR સહિત દેશના કેટલાક રાજ્યોમાં શીતલહેરનું એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અને કાલે બે દિવસ માટે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં કાતિલ ઠંડી પડી રહી છે. બરફવર્ષાના કારણે પહાડો પરથી વહેતા ઝરણાં થીજી ગયા છે. ઠંડીનો પારો માઈન્સ ડિગ્રીમાં પહોંચ્યો છે.
પહાડોમાં સતત હિમવર્ષાના કારણે દિલ્હી-એનસીઆરમાં કાતિલ ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ઠંડીના કારણે લોકો માટે હવે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. શીત લહેર અને આકાશમાંથી પડી રહેલા ઝાકળની સાથે, ગાઢ ધુમ્મસ પણ સતત વધી રહ્યું છે, જેના કારણે દિલ્હી હવામાન કેન્દ્રએ લોકોને 5 જાન્યુઆરી, રવિવારના રોજ મુસાફરી કરતી વખતે સાવચેત રહેવાની ચેતવણી આપી છે.
તમને જણાવી દઈએ કે સમગ્ર દિલ્હી એનસીઆરમાં કોલ્ડવેવનો પ્રકોપ છે. આ દરમિયાન, દિલ્હી હવામાન કેન્દ્ર દ્વારા 6 જાન્યુઆરી એટલે કે સોમવારે ભારે વરસાદની આગાહી પણ જારી કરવામાં આવી છે. 6 જાન્યુઆરીએ દિલ્હી NCRમાં ભારે વરસાદને કારણે શિયાળાનો નવો તબક્કો શરૂ થશે, જેના કારણે તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે છે.
Gujarat Cold: કાતિલ ઠંડી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)