શોધખોળ કરો

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી નહીં લડે AAP, કેજરીવાલ MVA ઉમેદવારો માટે કરશે પ્રચાર 

આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે AAP મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નહીં લડે. પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ મહાવિકાસ અઘાડીના ઉમેદવારો માટે પ્રચાર કરશે.

Maharashtra Assembly Election 2024:  આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે AAP મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નહીં લડે. પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ મહાવિકાસ અઘાડીના ઉમેદવારો માટે પ્રચાર કરશે. 

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે તેમના એક્સ હેન્ડલ પર લખ્યું છે કે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ મહારાષ્ટ્ર ચૂંટણીમાં MVA ઉમેદવારો માટે પ્રચાર કરશે. આમ આદમી પાર્ટી મહારાષ્ટ્રમાં ચૂંટણી નહીં લડે.

જો કે આ પહેલા ચર્ચા હતી કે આમ આદમી પાર્ટી મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી લડી શકે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો પાર્ટી એક સીટ પર પોતાનો ઉમેદવાર ઉતારવાની યોજના બનાવી રહી હતી. AAP માલબાર હિલથી પોતાનો ઉમેદવાર ઉતારવાની યોજના બનાવી રહી હતી. જો કે હવે પાર્ટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે તે મહારાષ્ટ્રની ચૂંટણી નહીં લડે.   

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 ક્યારે છે ?

મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર 20 નવેમ્બરે એક તબક્કામાં મતદાન અને ત્યારબાદ 23 નવેમ્બરે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. હાલમાં, મહાયુત ગઠબંધન (એટલે ​​કે ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી) સત્તામાં છે. આ વખતે મહાવિકાસ આઘાડી (કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે અને એનસીપી શરદચંદ્ર પવાર) પણ સત્તાની કમાન ફરીથી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ વખતે જનતા ક્યાં ગઠબંધન પર ભરોસો વ્યક્ત કરે છે.   

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) એ બુધવારે (23 ઓક્ટોબર) મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 65 બેઠકો માટે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. આ યાદીમાં પાર્ટીએ થાણેની કોપરી-પંચપખારી સીટ પર કેદાર દિઘેને ટિકિટ આપી છે. આ મહારાષ્ટ્રની હૉટ સીટ છે કારણ કે અહીંથી સીએમ એકનાથ શિંદે ચૂંટણી લડી રહ્યા છે.   

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ તમામ પક્ષો પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. કૉંગ્રેસે પણ આજે 23 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.  

Maharashtra: કોણ છે કેદાર દિધે ? જેને ઉદ્વવ ઠાકરેએ સીએમ એકનાથ શિન્દે વિરૂદ્ધ આપી ટિકીટ     

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ: ટીમ ઇન્ડિયાનો વળતો પ્રહાર, ન્યુઝીલેન્ડ 255 રનમાં આઉટ; ભારતને મળ્યો 359 રનનો ટાર્ગેટ
IND vs NZ: ટીમ ઇન્ડિયાનો વળતો પ્રહાર, ન્યુઝીલેન્ડ 255 રનમાં આઉટ; ભારતને મળ્યો 359 રનનો ટાર્ગેટ
Xની દિવાળી ગિફ્ટ, ડિસ્કાઉન્ટ 2 સબ્સ્ક્રિપ્શન પ્લાન પર ઉપલબ્ધ, 40% સસ્તો થયો પ્લાન
Xની દિવાળી ગિફ્ટ, ડિસ્કાઉન્ટ 2 સબ્સ્ક્રિપ્શન પ્લાન પર ઉપલબ્ધ, 40% સસ્તો થયો પ્લાન
Income Tax: ટેક્સ ફ્રી થઇ શકે છે 8 લાખ સુધીની ઇન્કમ, 2025 સુધી 9 કરોડ થઇ જશે ITR
Income Tax: ટેક્સ ફ્રી થઇ શકે છે 8 લાખ સુધીની ઇન્કમ, 2025 સુધી 9 કરોડ થઇ જશે ITR
દુનિયાની સૌથી મોટી ઈમારતનું બાંધકામ શરૂ, અહીં 1 લાખથી વધુ તો ઘર હશે, તસવીરો થઈ વાયરલ
દુનિયાની સૌથી મોટી ઈમારતનું બાંધકામ શરૂ, અહીં 1 લાખથી વધુ તો ઘર હશે, તસવીરો થઈ વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha News : નિયામકના લેટરમાં ખોટી સહી કરી આચાર્યે રૂપિયા પડાવ્યાનો આરોપ, કરાયા સસ્પેન્ડGeniben Thakor : ગેનીબેન ઠાકોરે MLA ક્વાર્ટર ખાલી કરવા મામલે શું કર્યો ખુલાસો?Dahod Crime | દાહોદમાં વિદ્યાર્થિની પર કર્યો બળાત્કારનો પ્રયાસ, વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતાં બચી ગઈSurendranagar News : દિવાળી ટાણે જ સુરેન્દ્રનગરમાં 2 ખેડૂતોના વીજ કરંટથી મોત, પરિવારમાં માતમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: ટીમ ઇન્ડિયાનો વળતો પ્રહાર, ન્યુઝીલેન્ડ 255 રનમાં આઉટ; ભારતને મળ્યો 359 રનનો ટાર્ગેટ
IND vs NZ: ટીમ ઇન્ડિયાનો વળતો પ્રહાર, ન્યુઝીલેન્ડ 255 રનમાં આઉટ; ભારતને મળ્યો 359 રનનો ટાર્ગેટ
Xની દિવાળી ગિફ્ટ, ડિસ્કાઉન્ટ 2 સબ્સ્ક્રિપ્શન પ્લાન પર ઉપલબ્ધ, 40% સસ્તો થયો પ્લાન
Xની દિવાળી ગિફ્ટ, ડિસ્કાઉન્ટ 2 સબ્સ્ક્રિપ્શન પ્લાન પર ઉપલબ્ધ, 40% સસ્તો થયો પ્લાન
Income Tax: ટેક્સ ફ્રી થઇ શકે છે 8 લાખ સુધીની ઇન્કમ, 2025 સુધી 9 કરોડ થઇ જશે ITR
Income Tax: ટેક્સ ફ્રી થઇ શકે છે 8 લાખ સુધીની ઇન્કમ, 2025 સુધી 9 કરોડ થઇ જશે ITR
દુનિયાની સૌથી મોટી ઈમારતનું બાંધકામ શરૂ, અહીં 1 લાખથી વધુ તો ઘર હશે, તસવીરો થઈ વાયરલ
દુનિયાની સૌથી મોટી ઈમારતનું બાંધકામ શરૂ, અહીં 1 લાખથી વધુ તો ઘર હશે, તસવીરો થઈ વાયરલ
WTC Points Table 2025: શું પુણેમાં હાર બાદ ટીમ ઈન્ડિયા WTC ફાઇનલમાં નહીં પહોંચી શકશે? જાણો શું કહે છે સમીકરણ
WTC Points Table 2025: શું પુણેમાં હાર બાદ ટીમ ઈન્ડિયા WTC ફાઇનલમાં નહીં પહોંચી શકશે? જાણો શું કહે છે સમીકરણ
World Most Valuable Company: એપલને પછાડી વિશ્વની સૌથી મૂલ્યવાન બની આ કંપની, રિલાયન્સ સાથે છે ખાસ કનેક્શન
World Most Valuable Company: એપલને પછાડી વિશ્વની સૌથી મૂલ્યવાન બની આ કંપની, રિલાયન્સ સાથે છે ખાસ કનેક્શન
Heart Attack: જે લોકો માછલી અથવા સી ફૂડ ખાય છે તેમને હાર્ટ એટેકનું જોખમ ઓછું હોય છે?
Heart Attack: જે લોકો માછલી અથવા સી ફૂડ ખાય છે તેમને હાર્ટ એટેકનું જોખમ ઓછું હોય છે?
Israel Iran War: મિડલ ઈસ્ટમાં મહાસંગ્રામ! હવે ઈઝરાયલે લીધો ઈરાન સામે બદલો, સૈન્ય ઠેકાણા પર હુમલો કરતા મચી અફરાતફરી
Israel Iran War: મિડલ ઈસ્ટમાં મહાસંગ્રામ! હવે ઈઝરાયલે લીધો ઈરાન સામે બદલો, સૈન્ય ઠેકાણા પર હુમલો કરતા મચી અફરાતફરી
Embed widget