Maharashtra election result: રાજકારણના ચાણક્ય ગણાતા શરદ પવારે માત્ર 10 બેઠકો પર કરવો પડ્યો સંતોષ,જુઓ લિસ્ટ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 મહાયુતિ માટે અપેક્ષા કરતાં વધુ સારી હતી જ્યારે વિપક્ષી પાર્ટી મહાવિકાસ અઘાડી માટે અપેક્ષા કરતાં ઘણી ખરાબ રહી છે.
Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 મહાયુતિ માટે અપેક્ષા કરતાં વધુ સારી હતી જ્યારે વિપક્ષી પાર્ટી મહાવિકાસ અઘાડી માટે અપેક્ષા કરતાં ઘણી ખરાબ રહી છે. મહારાષ્ટ્રના રાજકારણના ચાણક્ય ગણાતા શરદ પવારને આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. શરદ પવારની પાર્ટી NCPને માત્ર 10 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.
વર્ષ 2019માં શરદ પવારની અવિભાજિત NCPએ 54 બેઠકો જીતીને મહારાષ્ટ્રમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું હતું. વોટ શેર પણ લગભગ 17 ટકા હતો. જો કે, જ્યારથી અજિત પવાર પાર્ટીથી અલગ થયા ત્યારથી શરદ પવારની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.
શરદ પવાર જૂથના આ નેતાઓને જીત મળી
1. મુંબ્રા વિધાનસભા બેઠક: NCP (SP) ના જિતેન્દ્ર સતીષ જીત્યા. તેમણે અજીત જૂથના નજીબ મુલ્લાને 96 હજારથી વધુ મતોના અંતરથી હરાવ્યા હતા.
2. વડગાંવ શેરી વિધાનસભા બેઠક: અહીંથી NCP શરદ પવારના બાપુસાહેબ તુકારામ પઠારેની જીત થઈ છે. સુનિલ વિજય ટીંગડેને તેમણે 4710 મતોથી હાર આપી છે.
3. કરજત જમખેડ વિધાનસભા બેઠક: એનસીપી શરદ પવારના રોહિત પવાર જીત્યા છે. તેમણે બીજેપીના પ્રોફેસર રામશંકર શિંદેને 1243 વોટથી હરાવ્યા છે.
4. બીડ વિધાનસભા બેઠકઃ સંદીપ રવિન્દ્ર ક્ષીરસાગર જીત્યા છે. તેમણે NCPના ક્ષીરસાગર યોગેશને 5324 મતોની સરસાઈથી હરાવ્યા છે.
5. કરમાલા વિધાનસભા બેઠક: શરદ જૂથના નારાયણ ગોવિંદરાવ પાટીલ જીત્યા. આ સીટ પર અપક્ષ ઉમેદવાર શિંદે સંજયમામા વિઠ્ઠલરાવ બીજા ક્રમે રહ્યા હતા. એકનાથ શિંદે જૂથના દિગ્વિજય દિગંબારાવ બાગલ ત્રીજા સ્થાને હતા.
6. માઢા વિધાનસભા બેઠક: શરદ જૂથના અભિજિત ધનંજય પાટીલ જીત્યા છે. જ્યારે અપક્ષ ઉમેદવાર રણજીત બાબનરાવ શિંદે બીજા સ્થાને રહ્યા. અજીત જૂથના મીનલતાઈ દાદાસાહેબ સાઠે ત્રીજા સ્થાને રહ્યા.
7. મોહોલ વિધાનસભા બેઠક: આ બેઠક પર શરદ જૂથના ખરે રાજુ જ્ઞાનુ જીત્યા. તેમણે અજીત જૂથના માણે યશવંત વિઠ્ઠલને 30 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.
8. માલશિરસ વિધાનસભા બેઠક: શરદ પવાર જૂથના ઉત્તમરાવ શિવદાસ જાનકર જીત્યા. તેમણે ભાજપના રામ વિઠ્ઠલને 13 હજારથી વધુ મતોના અંતરથી હરાવ્યા હતા.
9. ઈસ્લામપુર વિધાનસભા બેઠક: શરદ પવારની NCP તરફથી જયંત રાજારામ પાટીલ જીત્યા. NCP અજીત જૂથના નેતા નિશિકાંત પ્રકાશ ભોસલેને 13 હજારના માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
10. તાસગાંવ વિધાનસભા બેઠક: શરદ જૂથના રોહિત સુમન પાટીલ જીત્યા છે. તેમણે અજીત જૂથના સંજયકાકા પાટીલને 27 હજારથી વધુ મતોના અંતરથી હરાવ્યા હતા.