Maharashtra Politics: એકનાથ શિંદેએ વિધાનસભામાં કહ્યુ- 'આ શિવસેના અને ભાજપની સરકાર છે'
એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા મોટું નિવેદન આપ્યું છે
Eknath Shinde in Maharashtra Assembly: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ એકનાથ શિંદેએ તેમની પ્રથમ પરીક્ષા પાસ કરી છે. ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી જીતી લીધી છે. પરંતુ આ દરમિયાન સીએમ એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા મોટું નિવેદન આપ્યું છે. શિંદેએ વિધાનસભામાં કહ્યું કે, આ સરકાર શિવસેના અને ભાજપની સરકાર છે.
I myself was a minister, several other ministers too left the Government. This was a huge thing for a common worker like me who was devoted to the ideology of Balasaheb Thackeray and Anand Dighe: Maharashtra CM Eknath Shinde in the State Assembly pic.twitter.com/l5lPGOhXp9
— ANI (@ANI) July 3, 2022
વિધાનસભાના વિશેષ સત્રના પહેલા દિવસે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે આ સરકાર બાળાસાહેબના હિન્દુત્વના વિચારને આગળ વધારી રહી છે. શિંદેએ કહ્યું કે, ઉદ્ધવ કેમ્પના કેટલાક લોકો દાવો કરી રહ્યા હતા કે મારા કેટલાક સાથી ધારાસભ્યો અમારા સંપર્કમાં છે, મેં તેમને કહ્યું કે તમે મારું નામ લો, હું તેમને વિમાનમાં મોકલીશ. સીએમ એકનાથ શિંદેએ પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાનો મુખ્યમંત્રી બનાવવા બદલ આભાર માન્યો હતો.
Now a BJP-Shiv Sena govt has taken charge, based on the beliefs of Balasaheb Thackeray. Till date, we had seen that people change sides from Opposition to Government but this time leaders of Govt went to Opposition: Maharashtra CM Eknath Shinde in the State Assembly pic.twitter.com/FZdkIH0M3U
— ANI (@ANI) July 3, 2022
એકનાથ શિંદેએ સ્પીકરની ચૂંટણીમાં જીત મળ્યા બાદ વિધાનસભામાં કહ્યું કે બાળાસાહેબનું સપનું પૂરું થયું. તેમણે કહ્યું કે હવે રાજ્યમાં શિવસેના અને ભાજપની સરકાર છે. શિંદેએ ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના તેમના પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોઈએ 10-15 ધારાસભ્યોના સંપર્કમાં હોવાનો દાવો કર્યો છે. જો 10-15 ધારાસભ્યો સંપર્કમાં હોય તો તેમના નામ જણાવો.
વ્હિપને લઇને વિવાદ
ઉલ્લેખનીય છે કે શિવસેના અને એકનાથ શિંદેની ભાજપ સરકારના આ નિવેદનના ઘણા અર્થ છે. કારણ કે સ્પીકર માટે મતદાન થયા બાદ હવે ધારાસભ્યો પર ગેરલાયકાતની તલવાર લટકી રહી છે. હાલમાં તો એ સ્પષ્ટ નથી કે કયા જૂથના ધારાસભ્યોને સજા થશે, પરંતુ કાયદાકીય નિષ્ણાતોના મતે ઉદ્ધવ ઠાકરે જૂથનું પલડુ હાલમાં ભારે છે. શિંદે જૂથના ધારાસભ્યો કોઈપણ પક્ષમાં ભળી ગયા નથી, આવી સ્થિતિમાં જો તેઓ શિવસેના વિરુદ્ધ મતદાન કરશે તો તેમની મુશ્કેલીઓ વધી શકે છે. તેને જોતા હવે આ લડાઈ અસલી શિવસેના સાથે શરૂ થઈ રહી છે.
શિંદે જૂથનું કહેવું છે કે તેમની પાસે વધુ ધારાસભ્યો છે, તેથી જ તેમને વાસ્તવિક શિવસેનાની માન્યતા મળવી જોઈએ. જ્યારે શિવસેનાના નેતાઓનું કહેવું છે કે પક્ષ હજુ તૂટ્યો નથી, બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા જોઈએ. હાલ તો આ લડાઈ હવે કોર્ટ સુધી પહોંચશે.