શોધખોળ કરો
Advertisement
બે યુવકોને PM નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરના ફોટા પાડવા ભારે પડ્યાં? જાણો કેમ
મુંબઇમાં એક વ્યક્તિના મોબાઇલ ફોનમાં વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરની તસવીરો મળી આવી હતી.
મુંબઇઃ મહારાષ્ટ્રના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડે નાગપુર એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરની તસવીર ખેંચનારા બે લોકોની પૂછપરછ કરી હતી. એટીએસના એક અધિકારીએ કહ્યું કે મુંબઇમાં એક વ્યક્તિના મોબાઇલ ફોનમાં વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરની તસવીરો મળી આવી હતી.
રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન મોદી છેલ્લા રવિવારે નાગપુર એરપોર્ટ પર એક હેલિપેડથી હેલિકોપ્ટરમાં મહારાષ્ટ્રમાં ભંડારા જિલ્લાના સાકોલી શહેરમાં ગયા હતા. જ્યાં એક રેલીને સંબોધિત કરી હતી. નોંધનીય છે કે 21 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. જ્યારે 24 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરાશે. શનિવારે બંન્ને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર ખત્મ થઇ ગયો હતો. બંન્ને રાજ્યોમાં હાલમાં ભાજપની સરકાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement