શોધખોળ કરો
Advertisement
રાહુલ ગાંધીના ‘સાવરકર’ નિવેદનને લઈ ઉદ્ધવ ઠાકરે નારાજ, કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે કરશે વાત
શિવસેનાએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર સાવરકરનું અપમાન ન કરવાની સલાહ આપી છે.
નવી દિલ્હીઃ દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત ભારત બચાઓ રેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું, આટલા નાના મેદાનમાં આટલા બધા લોકો કઈ રીતે ઉભા કરી દિધા. તેમણે કહ્યું અમારા કૉંગ્રેસ કાર્યકર્તા કોઈનાથી ડરતા નથી. એક ઈંચ પાછળ નથી હટતા. રાહુલ ગાંધી બોલ્યા એ લોકોએ મને કહ્યું માફી માંગો. મારુ નામ રાહુલ સાવરકર નથી, મારુ નામ રાહુલ ગાંધી છે. હું મરી જઈશ પણ માફી નહી માંગુ. માફી નરેંદ્ર મોદીને માંગવાની છે. નરેંદ્ર મોદીએ દેશની માફી માંગવી જોઈએ. અમિત શાહે દેશની માફી માંગવી જોઈએ.
રાહુલ ગાંધીના આ નિવેદનને લઈ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ રાહુલ ગાંદીના સાવરકરવાળા નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે. તેઓ આને લઈ કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે વાત કરી શકે છે.
શિવસેનાએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર સાવરકરનું અપમાન ન કરવાની સલાહ આપી છે. શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે મરાઠીમાં ટ્વિટ કર્યું, અમે પંડિત નેહરુ, મહાત્મા ગાંધીને પણ માનીએ છીએ. તમે વીર સાવરકરનું અપમાન ન કરો, બુદ્ધિશાળી લોકોએ વધારે જણાવવાની જરૂર નથી.सावरकर माने तेज सावरकर माने त्याग सावरकर माने तप , सावरकर माने तत्व ... अटल बिहारी वाजपेयी
— Sanjay Raut (@rautsanjay61) December 14, 2019
રાહુલના નિવેદન પર BJPનો પલટવાર, કહ્યું- 100 જન્મ લેશે તો પણ નહીં બની શકે સાવરકર અમૂલે દૂધના ભાવમાં કર્યો 2 રૂપિયાનો વધારો, નવો ભાવ આવતીકાલથી જ થશે લાગુWe respect Pandit Nehru and Mahatma gandhi , you dont insult savarkar ,समझने वाले समझ गये है ... जय हिंद!!
— Sanjay Raut (@rautsanjay61) December 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement