મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કોઈપણ ધાર્મિક સ્થળ પર પરવાનગી વગર લાઉડસ્પીકર લગાવી શકાશે નહીં
પરવાનગી વગર લાઉડ સ્પીકર જોવા મળશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે.
![મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કોઈપણ ધાર્મિક સ્થળ પર પરવાનગી વગર લાઉડસ્પીકર લગાવી શકાશે નહીં maharashtra government big decision on loudspeaker મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કોઈપણ ધાર્મિક સ્થળ પર પરવાનગી વગર લાઉડસ્પીકર લગાવી શકાશે નહીં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/18/4a7126dc6f6a8b8b31f01ef124bd43f5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજ ઠાકરેની 3 મે પછી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની ધમકી વચ્ચે મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો છે. વિભાગે પરવાનગી વિના કોઈપણ ધાર્મિક સ્થળ પર લાઉડ સ્પીકર લગાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. એટલે કે હવે લાઉડ સ્પીકર લગાવવા માટે પોલીસની પરવાનગી લેવી પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વાલસે પાટીલ ટૂંક સમયમાં આ અંગે મહારાષ્ટ્રના ડીજીપી સાથે બેઠક કરશે. પરવાનગી વિના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
નાસિક પોલીસ પણ એક્શનમાં છે
બીજી તરફ, નાશિક પોલીસ કમિશનરે આદેશ આપ્યો છે કે 3 મે સુધીમાં તમામ ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી લેવામાં આવે. પરવાનગી વગર લાઉડ સ્પીકર જોવા મળશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે.
શું છે વિવાદ
તાજેતરમાં, MNS ચીફ રાજ ઠાકરેએ ખૂબ જ કડક વલણ અપનાવતા મહારાષ્ટ્ર સરકારને ખુલ્લી ચેતવણી આપી હતી. તેણે કહ્યું હતું કે, 'ઈદ ત્રીજી મે ના રોજ છે. મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગને વિનંતી છે કે અમને કોઈ રમખાણો નથી જોઈતા. કોઈ નફરત નથી જોઈતી. અમે મહારાષ્ટ્રની શાંતિને પણ જોખમમાં નાખવા માંગતા નથી. માત્ર 3 મે સુધીમાં તમામ મસ્જિદોના મૌલવીઓને બોલાવીને મસ્જિદોના લાઉડસ્પીકર ઉતારવા માટે કહેવામાં આવે.
NNS ચીફની આ ચેતવણી બાદ લાઉડસ્પીકર વિવાદે ધાર્મિક રંગ લઈ લીધો. અન્ય રાજ્યોમાં પણ લાઉડસ્પીકર હટાવવાની માંગ કરવામાં આવી હતી. મસ્જિદોમાં લાઉડસ્પીકરનો મુદ્દો ભૂતકાળમાં પણ ચર્ચામાં રહ્યો છે. આ અંગે નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
નિયમો અનુસાર, જાહેર સ્થળે લાઉડસ્પીકરનો ઉપયોગ કરતા પહેલા વહીવટીતંત્રની લેખિત મંજૂરી લેવી જરૂરી છે. રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. જોકે બંધ સ્થળોએ વગાડી શકાય છે. જેમાં ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, કોન્ફરન્સ હોલ અને બેન્ક્વેટ હોલનો સમાવેશ થાય છે. જો કે, જો રાજ્યો ઇચ્છે તો, તેઓ કેટલાક ખાસ પ્રસંગોએ આ માટે છૂટછાટ આપી શકે છે. તેઓ તેને 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી લંબાવી શકે છે. આ વર્ષમાં માત્ર 15 દિવસ જ કરી શકાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)