શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર સરકારે જાહેર કરી નવી ગાઈલાઈન, જાણો શું ખુલશે અને શું રહેશે બંધ ?
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા લોકડાઉન 4ને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કેટલાક મુદ્દે છૂટછાટ આપવામાં આવી છે
મુંબઈ: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા લોકડાઉન 4ને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કેટલાક મુદ્દે છૂટછાટ આપવામાં આવી છે જ્યારે રેડ ઝોનમાં પહેલાની જેમ જ કોઈપણ પ્રકારની છૂટ નથી આપવામાં આવી.
મહારાષ્ટ્ર સરકારની નવી ગાઈડલાઈન મુજબ, હવાઈ સેવા, મેટ્રો, સ્કૂલ,કોલેજ, ક્લાસિસ, થિયેટર,મોલ, જિમ સ્વિમિંગ પૂલ,પાર્ક, સામાજિક મેળાવડા, મનોરંજન, સાસ્કૃતિક કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમ અને સભાઓ કરવા પર પ્રતિબંધ ચાલુ રાખ્યો છે. હોટલ પણ બંધ રહેશે. રેસ્ટોરન્ટ ફૂડની હોમ ડિલિવરી કરી શકશે.
નવી ગાઈડલાઈન મુજબ, રાતના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી કર્ફ્યૂનુ કડક રીતે પાલન કરવામાં આવશે. જેમાં માત્ર આવશ્યક ચીજવસ્તુઓને છૂટ આપવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં દુકાનો અને ઉદ્યોગ ધંધા 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ઈ-કોર્મસને પણ છૂટ આપવામાં આવી છે. કન્સ્ટ્રક્શન સાઈટ જેને મંજૂરી આપવામાં આવી છે તે ખુલશે.
મહારાષ્ટ્ર સરકાર લોકડાઉન 4 માટે સુધારેલી નવી ગાઈડલાઈન ઇશ્યૂ કરી છે. રેડ ઝોન સિવાયના વિસ્તારમાં રમત ગમત સંકુલ, સ્ટેડિયમ ખુલશે પરંતુ દર્શકો મંજૂરી નથી. રેડ ઝોન સિવાય મહત્તમ 50 ટકા ક્ષમતા સાથે બસ સેવા શરૂ થશે.
મહારાષ્ટ્ર સરકારે રેડ ઝોન બહારના વિસ્તારમાં કેટલીક છૂટ આપી છે. રાજ્ય સરકારની ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનિક પ્રશાસન મંજૂરી આપશે તો આવશ્યક વસ્તુઓની દુકાનો અને દારૂની દુકાનો ખોલી શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion