BMCના છેલ્લા બે વર્ષના કામકાજની CAG કરશે તપાસ, મહારાષ્ટ્ર સરકારનો મોટો આદેશ
મહારાષ્ટ્ર સરકારે છેલ્લા બે વર્ષથી BMCના કામની CAG તપાસ કરાવવાનો આદેશ જાહેર કર્યો છે
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે દેશની સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન BMCના કામકાજમાં ગેરરીતિઓને લઈને મોટો આદેશ જાહેર કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે છેલ્લા બે વર્ષથી BMCના કામની CAG તપાસ કરાવવાનો આદેશ જાહેર કર્યો છે. વાસ્તવમાં, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર હતી અને BSCમાં પણ શિવસેના સત્તામાં હતી. ભાજપ દ્વારા મોટા ભ્રષ્ટાચારના આરોપો બાદ સરકારે આ પગલું ભર્યું છે.
Government of Maharashtra orders an investigation into the affairs of the BMC (Brihanmumbai Municipal Corporation) in the last two years through the CAG (Comptroller and Auditor General). On 24th Aug, Deputy CM Devendra Fadnavis had announced the CAG audit, in the State Assembly.
— ANI (@ANI) October 31, 2022
ભાજપ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોરોનાના સમયગાળા દરમિયાન કોવિડ કેન્દ્રોના વિતરણ, તેના માટે વસ્તુઓની ખરીદી અને દવાઓની ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો. ભાજપનો આરોપ છે કે આ તમામ બાબતોમાં BMCના અધિકારીઓ દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો. ત્યારબાદ મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે CAG દ્વારા તેની તપાસ કરાવવાના આદેશ આપ્યા છે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કેગને આ મામલાની વહેલી તકે તપાસ કરવા અને રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેથી વહેલી તકે દોષિતો સામે કડક કાર્યવાહી કરી શકાય. નોંધનીય છે કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર હતી, જ્યારે BMCમાં શિવસેના સત્તામાં હતી.
‘ટુ ફિંગર ટેસ્ટ’ પર સુપ્રીમ કોર્ટેનો પ્રતિબંધ, પીડિતાઓ સાથે બળાત્કારની તપાસની પદ્ધતિઓ પર ઉઠાવ્યા પ્રશ્નો
Supreme Court Two-finger Test Ban: સુપ્રીમ કોર્ટે સોમવારે બળાત્કારના કેસોમાં 'ટુ-ફિંગર ટેસ્ટ' પર પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટે ચેતવણી આપી હતી કે જે વ્યક્તિઓ આવા પરીક્ષણો કરાવે છે તેમને દોષિત ઠેરવવામાં આવશે. જસ્ટિસ ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે ચુકાદો સંભળાવતા બળાત્કાર અને જાતીય હુમલાના કેસોમાં 'ટુ-ફિંગર ટેસ્ટ'ના ઉપયોગની નિંદા કરી હતી. જસ્ટિસ ચંદ્રચુડે ચુકાદો સંભળાવતા કહ્યું કે, "આ ટેસ્ટનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. પીડિતાની જાતીય સતામણીનાં પુરાવા તરીકે તે મહત્વનું નથી. આજે પણ આ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ખેદજનક છે."
સુપ્રીમ કોર્ટે બળાત્કારની પુષ્ટિ કરવા માટે પીડિતાના ‘ટૂ ફિંગર ટેસ્ટ’ પર સખત નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું, "જે પણ આવું કરે છે, તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આવો ટેસ્ટ પીડિતાને ફરીથી ત્રાસ આપવા સમાન છે." સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્દોષ છૂટવાના આદેશને ઉલટાવી દીધો હતો અને બળાત્કાર-હત્યાના કેસમાં આ વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારી હતી. વાસ્તવમાં 2013માં જ સુપ્રીમ કોર્ટે ટુ ફિંગર ટેસ્ટને ગેરબંધારણીય જાહેર કરી હતી અને કહ્યું હતું કે આ ટેસ્ટ ન થવો જોઈએ.