(Source: ECI/ABP News/ABP Majha)
Maharashtra : NCPના અસલી બોસ કોણ? શરદ પવારની સોગઠીથી ગુંચવાડો
હવે શરદ પવારે આજે રાજધાની દિલ્હીમાં યોજાયેલી NCP કાર્ય સમિતિની બેઠકમાં હુંકાર ભર્યો હતો અને ભત્રીજા અજીત પવારને સણસણતો જવાબ આપ્યો હતો.
Maharashtra NCP Crisis: અજિત પવારના નેતૃત્વમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં બળવો શરૂ થયા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય તાપમાનમાં વધારો થયો છે. મહારાષ્ટ્રની રાજનીતિ પળે પળે નવો વળાંક લઈ રહી છે. હવે શરદ પવારે આજે રાજધાની દિલ્હીમાં યોજાયેલી NCP કાર્ય સમિતિની બેઠકમાં હુંકાર ભર્યો હતો અને ભત્રીજા અજીત પવારને સણસણતો જવાબ આપ્યો હતો.
બેઠક બાદ પૂર્વ સીએમ શરદ પવારે કહ્યું હતું કે, અજિત પવારને પાર્ટીના અધ્યક્ષ બનાવવાને લઈને તેકો કંઈ જ જાણતા નથી. હું જ NCPનો પ્રમુખ છું. આ સ્થિતિમાં જો કોઈ પણ કહે કે હવે હું NCPનો અધ્યક્ષ છું તો તે વાતને મહત્વ ન આપવું જોઈએ. અજીત પવારને ઉંમરને લઈને સણસનતો જવાબ આપતા શરદ પવારે કહ્યું હતું કે, હું 82 વર્ષનો છું કે 92 વર્ષનો છું તેનાથી કોઈ જ ફરક પડતો નથી. બીજી તરફ, આ મીટિંગ અંગે ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું હતું કે, તેની કોઈ કાનૂની માન્યતા નથી.
બેઠક બાદ એનસીપીના નેતા પીસી ચાકોએ કહ્યું હતું કે, પાર્ટીની કાર્યકારી સમિતિએ પ્રફુલ પટેલ, સુનીલ તટકરે અને એનડીએ સાથે હાથ મિલાવનારા 9 ધારાસભ્યોને હાંકી કાઢવાના શરદ પવારના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું હતું કે, શરદ પવારની સાથે 27 રાજ્ય સમિતિઓ છે. કાર્યકારી સમિતિએ શરદ પવારને આગળની કોઈપણ કાર્યવાહી માટે અધિકૃત કર્યા છે.
અજિત પવારે શું કહ્યું?
અજિત પવારે ગઈ કાલે બુધવારે કહ્યું હતું કે, IAS અધિકારીઓ 60 વર્ષની વયે નિવૃત્ત થાય છે. રાજકારણમાં પણ ભાજપના નેતાઓની નિવૃત્તિની ઉંમર 75 વર્ષની છે. તમે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીના ઉદાહરણો જોયા હશે. પણ તમે (શરદ પવાર) 83 વર્ષના થઈ ગયા છો. શું તમે અટકશો જ નહીં? હવે અમને આશીર્વાદ આપો અને અમે તમારા લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરીશું.
બેઠક પર અજિત પવારનું નિવેદન
બીજી તરફ, આ મીટિંગ અંગે ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું હતું કે, તેની કોઈ કાનૂની માન્યતા નથી.
ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે અજીત પવારે અચાનક જ એનસીપીમાં બળવો કરી ભાજપ-શિવસેનાની સત્તારૂઢ સરકાર સાથે હાથ મિલાવી લીધા હતાં. અજીત પવાર સહિત એનસીપીના 9 ધારાસભ્યોએ શિંદે સરકારમાં શપથ લીધા હતા. જ્યારે એનસીપીના સાંસદ પ્રફુલ પટેલ પણ એનસીપીને રામ રામ કરી અજીત પવાર સાથે ગયા હતાં. જેને લઈને મહારાષ્ટ્રમાં ભયંકર રાજકીય ઉથલ પાથલ સર્જાઈ હતી.