શોધખોળ કરો
Advertisement
મુંબઈમાં ધોધમાર 8 ઈંચ સુધી વરસાદ ખાબક્યો, આજે હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
મુંબઈના હવામાન વિભાગે જણાવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં મુંબઈના પરા વિસ્તારોમાં 150થી 180 મીમી વરસાદ પડ્યો છે અને શનિવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
શુક્રવારથી મુંબઈમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને કારણે રહેવાસીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણાં કલાકોથી સતત પડી રહેલા વરસાદે મુંબઈના લોકોની મુશ્કેલી વધારી દીધી છે. ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.
મુંબઈના હવામાન વિભાગે જણાવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં મુંબઈના પરા વિસ્તારોમાં 150થી 180 મીમી વરસાદ પડ્યો છે અને શનિવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
વરસાદના કારણે અનેક ફ્લાઈટો પર અસર જોવા મળી છે. ભારે વરસાદના કારણે ફ્લાઈટો ડાયવર્ટ કરવામાં આવી છે. મુંબઈ એરપોર્ટના એક અધિકારીએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે, વરસાદના કારણે લગભગ તમામ ફ્લાઈટ સરેરાશ અડધો કલાક વિલંબથી ઉડાણ ભરી રહી છે. મળતા અહેવાલ મુજબ 17 ફ્લાઇટ ડાઇવર્ટ કરવામાં આવી છે.
બીજી તરફ, રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદના કારણે વેસ્ટર્ન હાઈવેનો વાહનવ્યવહાર પણ ખરાબ રીતે પ્રભાવિત થયો છે.
મુંબઈમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારમાં સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે. સામાન્ય દિવસોમાં પણ જ્યાં ટ્રાફિક ધીમો હોય છે, વરસાદના કારણે સ્થિતિ વધુ બગડી ગઈ છે. ભારે વરસાદના કારણે લોકલ ટ્રેનોના ટ્રેક ઉપર પણ પાણી ભરાઈ ગયા છે. તેને લીધે લોકલ ટ્રેન સર્વિસને અસર થઈ છે.
ભારે વરસાદના કારણે લોકલ ટ્રેન સેવાને પણ અસર થઈ છે. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાના કારણે મુંબઈ-કર્જત વચ્ચેની રેલવે સેવા બંધ કરાઈ છે. ભારે વરસાદના કારણે અમ્બેરનાથ-બાદલપુર વચ્ચેની ટ્રેન બંધ કરાતા તે ટ્રેનમાં ફસાયેલા મુસાફરોનું રેસ્ક્યૂ કરાયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion