શોધખોળ કરો
Advertisement
NCPના ધારાસભ્યોને હોટલમાં ખસેડાયા, પાંચનો નથી કોઈ સંપર્ક
એનસીપીનીને ધારાસભ્યોનો તોડ-જોડનો ડર છે. શરદ પવાર સાથે થયેલી બેઠક બાદ ધારાસભ્યોને બસ દ્વારા હોટલમાં લઈ જવાયા છે. પાર્ટીના પાંચ ધારાસભ્ય સંપર્કમાં નથી.
મુંબઈ: મહારાષ્ટ્રમાં શરદ પવારના ભત્રીજા અને એનસીપી નેતા અજિત પવારે પાર્ટી સાથે બગાવત કરી કેટલાક ધારાસભ્ય સાથે ભાજપને સમર્થન આપી દેતા રાજકીય ઉથલપાથલ મચી જવા પામી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી અને અજિત પવારને ઉપ મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. પાર્ટી સાથે બગાવત કરનાર અજિત પવારને એનસીપીના ધારસભ્ય દળના નેતા પરથી હટાવી દેવાયા છે.
એનસીપીનીને ધારાસભ્યોનો તોડ-જોડનો ડર છે. શરદ પવાર સાથે થયેલી બેઠક બાદ ધારાસભ્યોને બસ દ્વારા હોટલમાં લઈ જવાયા છે. પાર્ટીના સૂત્રો અનુસાર તમામ ધારાસભ્યોને હૉટલ રેની સેન્સમાં શિફ્ટ કરાયા છે.
એનસીપીના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે પાર્ટીના માત્ર પાંચ ધારાસભ્ય સંપર્કમાં નથી. આજે સવારે 11થી 12 જેટલા ધારાસભ્યોએ અજિત પવાર સાથે રાજભવન ગયા હતા જેમાંથી સાત ધારાસભ્યોએ સાંજ સુધીમાં શરદ પવાર સાથે વફાદારી દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને 154 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટને તાત્કાલિક, શક્ય હોય તો રવિવાર સુધી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપવાની અપીલ કરી છે. અરજીકર્તાએ પ્રોટેમ સ્પીકરની નિમણૂંક, ધ્વનિમતની જગ્યાએ ડિવિઝન ઑફ વૉટ દ્વારા તત્કાલ ફ્લૉર ટેસ્ટ અને તેની વીડિયોગ્રાફી કરવાની માંગ કરી છે.NCP sources: Nationalist Congress Party (NCP) MLAs being shifted to Renaissance Hotel in Mumbai. #Mumbai pic.twitter.com/N9wcmOmMPN
— ANI (@ANI) November 23, 2019
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કર્ણાટના મામલાની જેમ મહારાષ્ટ્રના રાજ્યપાલને દેવેન્દ્ર ફડણવીસને આમંત્રણ આપવા અને રાજ્યપાલને આપેલા સમર્થન પત્ર સહિત તમામ રેકોર્ડ કોર્ટ સામે રજૂ કરવાનો નિર્દેશ આપવાની માંગ પણ કરી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી બન્યા બાદ ભાજપ સરકાર સાથે કેટલા ધારાસભ્યો છે ? મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા સભ્યોમાં ભાજપ 105, શિવસેના 56, એનસીપી 54 અને કૉંગ્રેસના 44 ધારાસભ્ય છે. બહુમતનો આંકડો 145 છે. ઉદ્ધવ ઠાકરે-શરદ પવારની પત્રકાર પરિષદ, પવારે કહ્યું- અમારી પાસે બહુમત, અમે બનાવીશું સરકાર શરદ પવારે અજીત પવારને કર્યું દબાણ, ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામુ આપીને મળવા કહ્યુઃ સૂત્રSenior Advocate Devadutt Kamat for Congress-NCP-Shiv Sena: In our petition, we requested SC for an urgent direction for a Floor Test to be held tomorrow itself. We are hopeful the Supreme Court will hear us. Our petition has been numbered. pic.twitter.com/epo2HuCR8M
— ANI (@ANI) November 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement