શોધખોળ કરો

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં પડી જશે ઉદ્ધવ સરકાર ? જાણો શરદ પવારે શું કહ્યું ?

મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે.  શિવસેનાના વરિષ્ઠ નેતા અને મંત્રી એકનાથ શિંદે નારાજ હોવાનું સામે આવ્યું છે.

NCP Chief Sharad Pawar on Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે.  શિવસેનાના વરિષ્ઠ નેતા અને મંત્રી એકનાથ શિંદે નારાજ હોવાનું સામે આવ્યું છે. શિવસેનાના નેતા એકનાથ શિંદે પાર્ટીના કેટલાક ધારાસભ્યો સાથે ગુજરાતમાં સુરતની એક હોટલમાં રોકાયા છે.  એકનાથ શિંદે (Eknath Shinde)મહાગઠબંધનમાં સામેલ ત્રણ પક્ષો શિવસેના, કોંગ્રેસ અને એનસીપીથી નારાજ હોવાનું કહેવાય છે. દરમિયાન, NCP વડા શરદ પવારે (Sharad Pawar)કહ્યું છે કે મહારાષ્ટ્ર(Maharashtra)માં ત્રીજી વખત સરકારને તોડી પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે સરકાર એકદમ બરાબર રીતે ચાલી રહી છે.

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે એવું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી કે એકનાથ શિંદે મુખ્યમંત્રી બનવા માંગતા હતા. તેમણે કહ્યું કે આજે જે સ્થિતિ છે તે જોયા બાદ મને લાગે છે કે કોઈક રસ્તો નિકળી જશે. તેમણે કહ્યું કે તેઓ આજે રાત્રે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળી શકે છે.

મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ પર પવારે શું કહ્યું  ?

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની નારાજગી બાદ રાજકીય ખળભળાટ વચ્ચે એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં ત્રીજી વખત સરકારને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે કોઈ રસ્તો નીકળશે. તેમણે દાવો કર્યો કે એનસીપીના કોઈ મંત્રીએ બળવો કર્યો નથી. શરદ પવારે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં રાજ્યમાં MVA સરકાર યોગ્ય રીતે ચાલશે.

21 ધારાસભ્યો સાથે હોટલમાં પડાવ!

સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેનાના નેતા એકનાથ શિંદે 21 ધારાસભ્યો સાથે સંપર્કમાં નથી. બીજી તરફ શિવસેનાએ એકનાથ શિંદેને મનાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. ભાજપે કહ્યું કે સરકારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. શિવસેનાના કેટલાક ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગના આરોપો વચ્ચે આ ઘટનાક્રમ સામે આવ્યો છે. એમએલસી ચૂંટણીમાં શંકાસ્પદ ક્રોસ વોટિંગ પછી, મહારાષ્ટ્રના સીએમ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે બપોરે પાર્ટીના તમામ ધારાસભ્યોની તાત્કાલિક બેઠક બોલાવી હતી.

શું છે એકનાથ શિંદેની નારાજગી?

એકનાથ શિંદે (Eknath Shinde)પાર્ટી અને સરકારના કામકાજમાં કથિત રીતે અવગણના થયા બાદ ટોચના નેતૃત્વથી નારાજ છે. કેટલાક મીડિયા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શિંદે અને તેમના સમર્થકોએ ભંડોળની ફાળવણીમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર(Ajit Pawar) દ્વારા ખરાબ વર્તનની ફરિયાદ કરી હતી. સોમવારે, એનસીપીએ વિપક્ષ ભાજપ પર મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં હોર્સ-ટ્રેડિંગ અને ગુપ્ત સમજૂતીમાં સામેલ થવાનો આરોપ મૂક્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget