શોધખોળ કરો
Advertisement
ઉદ્ધવ ઠાકરેના ઘર નજીક ચાવાળાનો કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ, 170થી વધારે પોલીસ જવાનો કરાયા ક્વોરેન્ટાઈન
માતોશ્રીના બે શ્રમિકોને પણ કોરોના ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને પૂરી લેન સીલ કરી દેવામાં આવી છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 748 લોકો છે. ઉપરાંત 45 લોકોના અત્યાર સુધીમાં જીવ ગયો છે. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રી નજીક ચાની દુકાન ધરાવતો વ્યક્તિ કોરોનાથી સંક્રમિત મળી આવ્યો છે. જે બાદ હાહાકાર મચી ગયો છે.
ચાની દુકાન ધરાવતા વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ માતોશ્રી અને આસપાસના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવેલા પોલીસના 170થી વધારે જવાનો ક્વોરેન્ટાઈનમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત માતોશ્રીના બે શ્રમિકોને પણ કોરોના ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને પૂરી લેન સીલ કરી દેવામાં આવી છે.
બીએમસીના એક અધિકારીએ સોમવારે કહ્યું કે, સાવધાનીના ભાગરૂપે વિસ્તારને સંક્રમણ મુક્ત કરવા માટે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જ્યાં ચાની દુકાન લાગે છે ત્યાં હંમેશા ભીડ હોય છે. તેથી આ વ્યક્તિ સંક્રમિત થયાની પુષ્ટિ બાદ તેના સંપર્કમાં આવેલા લોકોની ભાળ મેળવવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના અંગરક્ષકો તથા અન્ય પોલીસ કર્મી અહીં ચા પીવા જતા હોવાથી ચિંતા વધી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement