શોધખોળ કરો

ગુજરાતના પાડોશી રાજ્યમાં મુખ્યમંત્રીએ લોકડાઉનની તૈયારી કરવા આપ્યો આદેશ, 1 એપ્રિલથી લદાઈ શકે સંપૂર્ણ લોકડાઉન

આગામી એક કે બે દિવસમાં મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી શકે છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલોમાં પથારીની સંખ્યાં ઓક્સીજન અને વેન્ટિલેટરની વ્યવસ્થા બાબતે અધિકારીઓએ પાસેથી માહિતી લીધી છે.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના (Maharashtra Corona Cases) બેકાબૂ થઈ ગયો છે અને રાજ્યમાં દરરોજ 30-40 હજાર કેસ નોંધાઈ રહ્યા છે. રાજયમાં સોમવારે પણ કોરોનાના રેકોર્ડ 31 હજારથી વધુ નવા કેસ નોંધાતાં હવે સંપૂર્ણ લોકડાઉનની (Lockdown) તૈયારી શરૂ કરાઈ હોવાના અહેવાલ છે. કોરોનાના નધતા કેસોના કારણે ઉધ્ધવ સરરકારની ચિંતા વધી છે અને ફરી એક વખત મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉનની (Maharashtra Lockdown Update)ભલામણ કોરોના પર બનેલી ટાસ્ક ફોર્સે કરી દીધી છે. આ ભલામણના પગલે  મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ મુખ્ય સચિવ સીતારામ કુંટેને લોકડાઉનની સ્ટ્રેટેજી બનાવવા માટે જણાવ્યુ હોવાના અહેવાલ છે.

મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના 31,643 નવા કેસ સામે આવ્યા હતા અને 102 લોકોના મોત થયા હતા. આ પહેલા રવિવારે કોરોનાના કેસે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા અને 40 હજારથી વધુ કેસ નોંધાયા હતા.

29 માર્ચઃ 31643 કેસ

28 માર્ચઃ 40,414 કેસ

27 માર્ચઃ 35,726 કેસ

26 માર્ચઃ 36,902 કેસ

25 માર્ચઃ 35,952 કેસ

24 માર્ચઃ 31,855 કેસ

ઉધ્ધવ ઠાકરેએ (Uddhav Thackrey) રવિવારે જણાવ્યુ હતું કે મહારાષ્ટ્રમાં કલમ 144થી કામ નહી ચાલે અને અત્યારે જે સ્થિતી ચે તે જોતાં કર્ફ્યૂથી પણ કંઇ જ ફેર પડશે નહીં. હવે લોકડાઉન જ એકમાત્ર વિકલ્પ છે. ઉધ્ધવના આ નિવેદન બાદ 1 એપ્રિલથી રાજ્યમાં લોકડાઉ લાદી દેવાશે એવું. માનવામાં આવી રહ્યું છે.  આગામી એક કે બે દિવસમાં મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી શકે છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલોમાં પથારીની સંખ્યાં ઓક્સીજન અને વેન્ટિલેટરની વ્યવસ્થા બાબતે અધિકારીઓએ પાસેથી માહિતી લીધી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતી ગંભીર બનતાં  હિંગોલી જીલ્લામાં રવિવારથી જ એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આ લોકડાઉન 29 માર્ચ સવારે 7 વાગ્યાથી 4 એપ્રિલ બપોરે 12 વાગ્યા સુધી લાગુ રહેશે.   આ દરમિયાન દૂધ, કરિયાણું, ફળ-શાકભાજીની દુકાનો અને મેડિકલ સ્ટોર સહિતની જરૂરી સેવાઓની દુકાનો ખુલ્લી રહેશે.  ઔરંગાબાદમાં પણ 30 માર્ચની મધરાતથી 8 એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. કોરોનાના વધતા મામલાને લઈ મહારાષ્ટ્રના તમામ જિલ્લામાં 28 માર્ચથી નાઈટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. જે રાત્રે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી રહેશે.

ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર

આરોગ્ય મંત્રાલયના સોમવારના આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 68,020 નવા કેસ અને 291 લોકોના મોત થયા છે. જ્યારે 32,231 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 1,20,39,644 થયા છે. જ્યારે 1,13,55,993 લોકો કોરોનાથી મુક્ત થઈ ગયા છે. હાલ 5,21,808 એક્ટિવ કેસ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,61,843 છે. દેશમાં કુલ 6,05,30,435 લોકો કોરોનાની રસી લઈ ચુક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget