Maharashtra: ઔરંગઝેબના નામે કોલ્હાપુરમાં હિંસા, 36ની ધરપકડ, ઈન્ટરનેટ સેવા બંધ
Maharashtra Kolhapur Violence: મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હિંસા સંદર્ભે કુલ 36 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 5 સગીર છે. સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
Kolhapur Violence: મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હિંસા પછી પોલીસ કાર્યવાહી ચાલુ છે. પોલીસે કુલ 36 લોકોની ધરપકડ કરી છે અને તેમાંથી બે સગીર છે. વહીવટીતંત્રે આ વિસ્તારમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને તાજેતરની ઘટના અંગે કોઈપણ પ્રકારની અફવાઓને રોકવા માટે કલમ 144 પણ લાગુ કરી છે.
Hindus of #Kolhapur have a clear message for Aurangzeb lovers, Maharashtra belongs to Chhatrapati Shivaji Maharaj, not terrorist Aurangya. pic.twitter.com/uj1CHGVuJ6
— Eminent Intellectual (@total_woke_) June 7, 2023
ઔરંગઝેબના નામે કોલ્હાપુરમાં હિંસા
આ સિવાય કોલ્હાપુર પોલીસે ઔરંગઝેબનું સ્ટેટસ સોશિયલ મીડિયા પર રાખવાના મામલે 2 FIR નોંધી હતી. આ બંને એફઆઈઆરમાં કુલ 5 સગીરોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને જુવેનાઈલ હોમમાં મોકલી દેવામાં આવ્યા હતા.
This is a video from Kolhapur in Maharashtra, India. Look at the shameless hindutva goons thrashing an innocent Muslim and look at the fearlessnesses with which he responds.
— Aasif Mujtaba (@MujtabaAasif) June 7, 2023
We are not afraid of a bunch of vultures and morons.#Kolhapur pic.twitter.com/FDlv4kACEH
મહારાષ્ટ્રમાં હિંસા કેમ ફાટી નીકળી?
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મંગળવારે (6 જૂન) કેટલાક યુવકોએ ઔરંગઝેબના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. બીજા દિવસે કેટલાક સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયા સ્ટેટસ તરીકે ટીપુ સુલતાનની તસવીર સાથે કથિત રીતે વાંધાજનક ઓડિયો મેસેજ પોસ્ટ કર્યા હતા. આ પછી બુધવારે આસપાસના વિસ્તારના રાજકીય અને સામાજિક સંગઠનો વિરોધ કરવા ઉતરી આવ્યા હતા. આ પ્રદર્શન દરમિયાન કોઈએ ભીડ પર પથ્થરમારો કર્યો હતો અને આ પથ્થરમારાને કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી અને વિસ્તારમાં હિંસા ફેલાઈ ગઈ હતી.
36ની ધરપકડ, ઈન્ટરનેટ સેવા બંધ
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં જ્યારે લોકો વિરોધ પ્રદર્શન કર્યા પછી તેમના ઘરે પાછા જઈ રહ્યા હતા, ત્યારે કથિત રીતે અસામાજિક તત્વોએ તેમના પર પથ્થરમારો કર્યો, જેના પછી વિસ્તારમાં હિંસા ભડકી ઉઠી હતી. અહમદનગર જિલ્લાના એસપીએ જણાવ્યું કે આવી જ ઘટના કોલ્હાપુરમાં પણ બની હતી, જેમાં વિરોધ દરમિયાન પથ્થરમારો થયો હતો, અમે આ એંગલની પણ તપાસ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે હિંસાની સંભાવનાને જોતા અમે સાવચેતીના પગલા તરીકે અનામત પોલીસ દળની પણ માંગ કરી છે.
પોલીસ અધિકારીએ કહ્યું કે 19 જૂન સુધી આ મામલે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે અને અમે અહીં પાંચ કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.