શોધખોળ કરો
મહારાષ્ટ્રમાં લાગુ નહીં થાય NRC, તેમાં નાગરિકતા સાબિત કરવું મુશ્કેલ: ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ ક્યું કે, નાગરિકતા સંશોધન અધિનિયમ નાગરિકતા છીનવી લેવા માટે નથી, આપવા માટે છે. પરંતુ હિંદુ અને મુસ્લિમ બન્ને માટે નાગરિકતા સાબિત કરવું મુશ્કેલ થશે.

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર(એનઆરસી) લાગુ નહીં થવા દઈએ. શિવસેનાના મુખપત્ર સામનામાં પોતાના ઈન્ટર્વ્યૂમાં ઉદ્ધવ ઠાકરેએ ક્યું કે, નાગરિકતા સંશોધન અધિનિયમ(સીસીએ) નાગરિકતા છીનવી લેવા માટે નથી, આપવા માટે છે. પરંતુ હિંદુ અને મુસ્લિમ બન્ને માટે નાગરિકતા સાબિત કરવું મુશ્કેલ થશે. જેં હું થવા દઈશ નહીં.
ઉદ્ધવ ઠાકરેનું નિવેદન એવા સમયે આવ્યું છે. જ્યારે સીએએ અને એનઆરસીને લઈને દિલ્હીના શાહીન બાગ સહિત દેશના અનેક ભાગમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે.
આ પહેલા સીએએ પર શિવસેના લોકસભામાં ભાજપને સમર્થન આપ્યું હતું. જો કે રાજ્યસભામાં વોકઆઉટ કર્યું હતું. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે એ બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુસણખરોને બહાર કાઢવાને લઈને મોદી સરકારને પોતાનું સમર્થન આપ્યાના બે દિવસ બાદ 25 જાન્યુઆરીએ શિવસેનાએ કહ્યું હતું કે મુસ્લિમ ઘુસણખરોને દેશની બહાર કાઢવા જોઈએ.
વધુ વાંચો
Advertisement