શોધખોળ કરો

ધાર્મિક સ્થળો ખોલવા મામલે શિવસેનાએ સામનામાં રાજ્યપાલને આડેહાથે લીધા, કહ્યુ- પોતાની મર્યાદા ભુલી ગયા...

ધાર્મિક સ્થળો ખોલવાને લઇને રાજ્યના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની વચ્ચે તણાવ ઉભો થયો છે. આ બધાની વચ્ચે શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં રાજ્યપાલ કોશ્યારી પર હુમલો કર્યો છે

મુંબઇઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ મહામારીના પ્રકોપની વચ્ચે ધાર્મિક સ્થળો ખોલવાને લઇને રાજ્યના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની વચ્ચે તણાવ ઉભો થયો છે. આ બધાની વચ્ચે શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં રાજ્યપાલ કોશ્યારી પર હુમલો કર્યો છે. શિવસેનાએ લખ્યું- બંધારણીય પદ પર બેઠેલા વ્યક્તિને બીજેપીની જેમ પ્રસવ પીડા થઇ રહી છે. શિવસેનાએ સામનામાં લખ્યું- રાજ્યપાલના પદ પર આસીન થયેલા વ્યક્તિને કેવો વ્યવહાર કરવો જોઇએ, એ ભગતસિંહ કોશ્યારીએ બતાવી દીધુ છે. શ્રીમાન કોશ્યારી ક્યારેય સંઘના પ્રચારક કે બીજેપીના નેતા રહ્યા હશે. પરંતુ આજે તે મહારાષ્ટ્ર જેવા પ્રગતિશીલ રાજ્યના રાજ્યપાલ છે. લાગે છે કે તે આ વાતને પોતાની સુવિધાઓ અનુસાર ભુલી ગયા છે. મહારાષ્ટ્રના બીજેપીના નેતા રોજ સવારે સરકારની બદનામી કરવાનુ અભિયાન શરુ કરે છે. અહીં સમજી શકાય છે, પરંતુ આ અભિયાનનો કીચડ રાજ્યપાલ પોતાની ઉપર કેમ ઉડાવી લે છે. બીજેપી મહારાષ્ટ્રમા સત્તા ગુમાવી ચૂકી છે. આ મોટી પીડા છે. પરંતુ આનાથી થઇ રહેલા પેટદર્દ પર રાજ્યપાલ દ્વારા હંમેશા લેપ લગાવવાનો કોઇ અર્થ નથી. આ પીડા આગામી ચાર વર્ષ સુધી તો રહેવાની જ છે. પરંતુ બીજેપીનુ પેટ દુઃખી રહ્યું છે, એટલે બંધારણીય પદ પર બેઠેલા વ્યક્તિને પણ પ્રસવ પીડા થઇ ગઇ. આ બરાબર છે, પરંતુ આ પ્રસવ પીડાનો મુખ્યમંત્રી ઠાકેરેએ ઉપચાર કર્યો છે. સામનામાં આગળ લખ્યુ છે- રાજ્યપાલના પદ પર બઠેલો વૃદ્ધ માણસ પોતાની મર્યાદા ઓળંગીને વ્યવહાર કરે તો શું થાય. આનો સબક દેશના તમામ રાજ્યપાલોએ લઇ લીધો છે. રાજ્યના મંદિરોને ખોલવા માટે બીજેપીએ આંદોલન શરૂ કર્યુ છે. તે રાજકીય આંદોલનમાં રાજ્યપાલને સહભાગી થવાની આવશ્યકતા નથી. જ્યારે આ આંદોલન શરુ હતુ ત્યારે ટાઇમિંગ સાધતા માનનીય રાજ્યપાલને મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને એક પત્ર લખ્યો - તે પત્ર મુખ્યમંત્રી સુધી પહોંચવાની યાત્રા દરમિયાન જ અખબારો સુધી પહોંચી ગયો. રાજ્યમાં બાર અને રેસ્ટૉરન્ટ શરૂ થઇ ગયા છે. પરંતુ પ્રાર્થના સ્થળ કેમ બંધ છે.તમે અચાનક સેક્યૂલર કેમ થઇ ગયા છો, આવો જવાબ રાજ્યપાલે પુછ્યો, આના પર મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ રાજ્યપાલની ધોતી જ પકડી લીધી અને રાજભવનને હલાવીને મુકી દીધુ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget