શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મમતા બેનર્જીએ 2021ની બંગાળ ચૂંટણી પહેલા તૃણમૂલ કૉંગ્રેસમાં મોટા પાયે ફેરબદલની જાહેરાત કરી
મમતા બેનર્જીએ 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના સંગઠનમાં મોટાપાયે ફરેબદલ કરવાની ગુરૂવારે જાહેરાત કરી છે.
કોલકાતા: તૃણમૂલ કૉંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના સંગઠનમાં મોટાપાયે ફરેબદલ કરવાની ગુરૂવારે જાહેરાત કરી છે. તેમણે યુવા અને નવા ચહેરાને નેતૃત્વની જવાબદારી સોંપી છે. પાર્ટીના સૂત્રોએ આ જાણકારી આપી છે.
તેમણે જણાવ્યું કે પાર્ટીની એક બેઠકમાં મમતા બેનર્જીએ 21 સદસ્યોની એક નવી પ્રદેશ સમિતિ અને સાત સદસ્યોની એક કોર સમિતિની જાહેરાત કરી છે.
પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે આ સિવાય હાવડા, કૂચબિહાર, પુરૂલિયા, નાદિયા, ઝાડગ્રામ અને દક્ષિણ દિનાજપુર સહિત ઘણા જિલ્લાઓમાં પાર્ટી અધ્યક્ષોને હટાવવામાં આવ્યા છે.
સૂત્રોએ જણાવ્યું કે નવા અને યુવા ચહેરાને તક આપવામાં આવી છે. લક્ષ્મી રતન શુક્લા, પાર્થા પ્રતીમ રોય, ગુરૂપદ ટુડુ અને મહુઆ મોઈત્રાને આ જિલ્લાઓનો પ્રભાર સોંપાવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion