શોધખોળ કરો
Advertisement
નવા મોટર વ્હીકલ એક્ટને મમતા બેનર્જીનું રેડ સિગ્નલ, કહ્યું- લોકો પર બોજ પડશે
મમતા બેનર્જીએ કહ્યું કે, આ મોટર વ્હીકલ એક્ટને હાલમાં લાગું કરવામાં નહીં આવે કારણે અમારા અધિકારીઓનું માનવું છે કે જો અમે તેને લાગુ કરીશું તો લોકો પર બોજ બની જશે.
કોલકત્તા: નવા મોટર વ્હીકલ એક્ટને પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રેડ સિગ્નલ દેખાડી દીધો છે. મમતા બેનર્જીએ પોતાના રાજ્યમાં નવા નિયમો લાગુ કરવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ કરવાથી લોકો પર બોજ પડશે.
મમતા બેનર્જીએ કહ્યું કે, આ મોટર વ્હીકલ એક્ટને હાલમાં લાગું કરવામાં નહીં આવે કારણે અમારા અધિકારીઓનું માનવું છે કે જો અમે તેને લાગુ કરીશું તો લોકો પર બોજ બની જશે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ સિવાય મધ્ય પ્રદેશ રાજસ્થાન અને કેરળમાં પણ નવા નિયમો લાગુ કર્યા નથી.
ઉલ્લેખનીય છે કે ન્યૂ મોટર વ્હીકલ એક્ટ પહેલી સપ્ટેમ્બરથી દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર દંડની રકમ 10 ગણી વધારી દેવામાં આવી છે. જેના પગલે દેશના અનેક વિસ્તારોમાં વિરોધ પણ જોવા મળી રહ્યો છે.West Bengal Chief Minister Mamata Banerjee at Nabanna Bhavan: I can't implement this Motor Vehicle Act right now because our govt officials are of the opinion that if we implement it will over burden people. pic.twitter.com/PLBpQVk8kV
— ANI (@ANI) September 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement