શોધખોળ કરો

JEE પરીક્ષા ગુજરાતીમાં કરાવવાના નિર્ણયનો CM મમતાએ કર્યો વિરોધ, NTAએ શું આપ્યો જવાબ?

આ અગાઉ એનટીએ મમતા બેનર્જીના સવાલોના જવાબ આપ્યા હતા

કોલકત્તાઃ આઇઆઇટીમાં પ્રવેશ માટેની જોઇન્ટ એન્ટ્રસ એક્ઝામ (JEE)ને હિંદી અને અંગ્રેજી સિવાય ફક્ત ગુજરાતીમાં કરાવવાના નિર્ણયનો વિરોધ કરી રહેલા પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પરીક્ષાને બંગાળીમાં કરાવવાની માંગ કરી હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કહ્યું કે, મને જેઇઇ મેઇન્સને ગુજરાતી ભાષામાં કરવા સામે કોઇ વિરોધ નથી. અમારા શિક્ષણ મંત્રીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સીને પત્ર લખીને બંગાળીમાં પણ પરીક્ષાનું આયોજન કરાવવાની અપીલ કરી છે. નોંધનીય છે કે મમતાએ અત્યાર સુધીમાં ફક્ત હિંદી અને અંગ્રેજીમાં યોજાતી જેઇઇ પરીક્ષાને ગુજરાતીમાં પણ કરાવવાના સરકારના નિર્ણય પર નિશાન સાધ્યું હતું. આ અગાઉ મમતા બેનર્જીએ બુધવારે ટ્વિટ કરી સવાલ ઉઠાવ્યો હતો કે, આ નિર્ણય નિશ્વિત રીતે પ્રશંસાને પાત્ર નથી. મને ગુજરાતી ભાષા સાથે પ્રેમ છે. પરંતુ અન્ય ભારતીય ભાષાઓને નજરઅંદાજ કરવામાં કેમ આવી રહી છે. તેની સાથે અન્યાય કેમ કરવામાં આવી રહ્યો છે. જો ગુજરાતી ઉપલબ્ધ છે. તો પછી બંગાળી સહિત અન્ય ભારતીય ભાષાઓને પણ સામેલ કરવી જોઇએ. મમતાએ કહ્યું કે, જો તેના પર યોગ્ય રીતે નિર્ણય નહી લેવાય તો વિરોધ કરવામાં આવશે. કારણ કે આ અન્યાયથી અન્ય ક્ષેત્રીય ભાષાના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચશે. આ અગાઉ એનટીએ મમતા બેનર્જીના સવાલોના જવાબ આપ્યા હતા. એનટીએએ કહ્યુ કે, ગુજરાતે અમને વિનંતી કરી હતી જેના કારણે ગુજરાતીમાં પ્રશ્નપત્ર ઉપલબ્ધ કરવાની વ્યવસ્થા કરી છે. અન્ય રાજ્યોએ આ સંબંધમાં અમારો કોઇ સંપર્ક કર્યો નથી. 2013માં તમામ રાજ્યોને વિનંતી કરાઇ હતી પરંતુ ફક્ત ગુજરાત રાજ્ય પોતાની એન્જિનિયરીંગ કોલેજોમાં વિદ્યાર્થીઓને જેઇઇ મેઇન મારફતે પ્રવેશ અપાવવા તૈયાર થયું હતું. આ સાથે અપીલ કરી હતી કે પ્રશ્નપત્ર ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવવું જોઇએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget