ભાવી સરપંચનો ચૂંટણી ઢંઢેરો: વૃદ્ધોને બીડીનું બંડલ, ગામમાં એરપોર્ટ અને યુવતીઓ માટે ફ્રી બ્યૂટી પાર્લર
બિહારમાં પંચાયતની ચૂંટણી નજીક છે. એવામાં ચૂંટણીના દંગલમાં ઉતરેલા સરપંચોની અજીબોગરીબ ચૂંટણીની જાહેરાતો સામે આવી રહી છે.
બિહારમાં પંચાયતની ચૂંટણી નજીક છે. એવામાં ચૂંટણીના દંગલમાં ઉતરેલા સરપંચોની અજીબોગરીબ ચૂંટણીની જાહેરાતો સામે આવી રહી છે. હાલમાં જ મુઝફ્ફરપુરની ગ્રામ પંચાયત રાજ મકસૂદાના સરપંચ પદના ઉમેદવારના ચૂંટણી ઢંઢેરાનો પત્ર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ચૂંટણી ઢંઢેરો વાંચતાની સાથે જ કોઈ પણ હસી પડશે. સરપંચ પદના ઉમેદવાર યુવા તુફૈલ અહમદે પોતાના ગામના લોકોને ગજબ વાયદાઓ કર્યા છે, તેનો ચૂંટણી ઢંઢેરાનો પત્ર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
એક-એકનો થશે વિકાસ
સોશિયલ મીડિયા પર જે ચૂંટણી ઢંઢેરાનો પત્ર વાયરલ થઈ રહ્યો છે, તે પોસ્ટરમાં સ્લોગન પણ અલગ છે. સ્લોગન છે- 'તમે રાખો અમારા પર વિશ્વાસ, એક-એકનો થશે વિકાસ' ત્યારબાદ લખ્યું છે ગ્રામ પંચાયત રાજ મકસૂદાથી સરપંચ પદના ભાવી ઉમેદવાર સુયોગ્ય, શિક્ષિત અને યુવા તુફૈલ અહમદ.
ગામમાં એરપોર્ટ, યુવાઓને અપાચે બાઈક
પોસ્ટરમાં સાત મુખ્ય જાહેરાત કરવામાં આવી છે. તુફૈલ અહમદે સરપંચ બનતા ગામના તમામ લોકોને સરકારી અપાવવાનો વાયદો કર્યો છે. બાદમાં ગામમાં એરપોર્ટની સુવિધા, યુવાઓને અપાચે બાઈક, યુવતીઓ માટે ફ્રી બ્યૂટી પાર્લર, વૃદ્ધો માટે તંબાકૂ અને બીડીનું બંડળ ફ્રી, નળ જળ યોજનામાં પાણીની જગ્યાએ દૂધની સપ્લાઈ, ખેતરોમાં ટાઈલ્સ લગાવીને નગરીકરણ જેવી યોજનાઓ આ ચૂંટણી ઢંઢેરા પોસ્ટરમાં કરવામાં આવી છે.
કોણે કરી આ મજાક
આ પોસ્ટરના સંબંધમાં જ્યારે તુફૈલ અહમદ સાથે વાત કરવામાં આવી તો તેણે આ વાતને ફગાવી દિધી હતી. તેણે કહ્યું કોઈએ તેની સાથે મજાક કરી છે. આવું કોઈ પોસ્ટર તેણે નથી બનાવ્યું.