શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશના આ રાજ્યમાં કોરોનાથી નથી થયું એક પણ મોત, જિલ્લામાં લગાવ્યું સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગત
મણિપુરમાં કોરોના સંક્રમિતોની સખ્યા 2015 પર પહોંચી છે. રાજ્યમાં કોરોનાથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વકરી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકે તેથી દેશના ઘણા જિલ્લામાં હાલ લોકડાઉન છે. આ દરમિયાન મણિપુરે પણ થૌબલ જિલ્લામાં લોકડાઉન લાદવાની જાહેરાત કરી છે.
ઉત્તર પૂર્વ ભારતના મણિપુર રાજ્યએ થૌબલ જિલ્લામાં 27 જુલાઈ સુધી લોકડાઉન લગાવી દીધું છે. આ દરમિયાન ત્યાં માત્ર જરૂરી સેવાઓને મંજૂરી આપવામાં આવી છે. આંતર જિલ્લામાંથી પસાર થવાની પણ મંજૂરી નહીં આપવામાં આવે. લોકડાઉનનું કડક પાલન કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ લોકડાઉન તોડશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
મણિપુરમાં કોરોના સંક્રમિતોની સખ્યા 2015 પર પહોંચી છે. રાજ્યમાં કોરોનાથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. જ્યારે 1400 લોકો સાજા થઈ ગયા છે અને 615 એક્ટિવ કેસ છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11,92,915 પર પહોંચી છે અને 28,732 લોકોના મોત થયા છે. 7,53,050 લોકો સાજા થઈ ગયા છે અને 4,11,133 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion