શોધખોળ કરો
Advertisement
ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ‘ભારત રત્ન’થી સન્માનિત કરવા મનીષ તિવારીની માંગ
કૉંગ્રેસ નેતા મનીષ તિવારીએ પીએમ મોદીને આગ્રહ કર્યો કે 26 જાન્યુઆરી 2020ના રોજ આ ત્રણેય શહીદોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે.
નવી દિલ્હી: કૉંગ્રેસ નેતા અને લોકસભા સાંસદ મનીષ તિવારીએ સ્વતંત્રતા સેનાની ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ કરી છે. તિવારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક પત્ર લખીને આ ત્રણેય ક્રાંતિકારીઓને ભારત રત્ન આપવાની માંગ કરી છે. સાથે મોહાલી સ્થિત એરપોર્ટનું નામ શહીદ-એ-આઝમ સિંહ એરપોર્ટ કરવાનો પણ આગ્રહ કર્યો છે.
તિવારીએ કહ્યું કે શહીદ ભગત, રાજગુરુ અને સુખદેવે બ્રિટિશ સામ્રાજ્યવાદ સામે પ્રતિરોધ કર્યો અને તેમનાથી દેશભક્તોની એક આખી પેઢી પ્રેરિત થઈ છે અને આ ક્રાંતિકારીઓએ 23 માર્ચ 1931ના રોજ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.
તેમણે પીએમ મોદીને આગ્રહ કર્યો કે 26 જાન્યુઆરી 2020ના રોજ આ ત્રણેય શહીદોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે. સાથે તેમણે આગ્રાહ કર્યો છે કે તેઓને અધિકારિક રીતે શહીદ-એ-આઝમ જાહેર કરવામાં આવે. પીએમ મોદીને લખેલો પત્ર મનીષ તિવારીએ પોતાના ટ્વિટર પર શેર કર્યો છે.My letter to H’onble Prime Minister @narendramodi formally requesting him to accord Bharat Ratna to Shaheed-E-Azam’s Bhagat Singh, Rajguru & Sukhdev.Formally Confer the honorific of Shaheed-E-Azam on them & dedicate Chandigarh Airport located in Mohali in memory of Bhagat Singhji pic.twitter.com/PfqduZq8oi
— Manish Tewari (@ManishTewari) October 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion