શોધખોળ કરો
કૉંગ્રેસ રાજસ્થાનથી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને મોકલી શકે છે રાજ્યસભા
પૂર્વ પ્રધાનમંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહ રાજસ્થાનથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાઈ શકે છે. ભાજપના સાંસદ મદનલાલ સૈનીના નિઘન બાદ રાજસ્થાનમાં રાજ્યસભાની એક બેઠક ખાલી થઈ છે.
નવી દિલ્હી: પૂર્વ પ્રધાનમંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહ રાજસ્થાનથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાઈ શકે છે. ભાજપના સાંસદ મદનલાલ સૈનીના નિઘન બાદ રાજસ્થાનમાં રાજ્યસભાની એક બેઠક ખાલી થઈ છે. મનમોહન સિંહને તમિલનાડૂથી રાજ્યસભામા મોકલવાની ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતું ડીએમકેએ તેનું સમર્થન ન કર્યું અને ત્રણેય બેઠકો પર પોતે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.
રાજસ્થાન રાજ્યસભા બેઠક મનમોહન સિંહ માટે સુરક્ષિત માનવામાં આવે છે, કારણ કે કૉંગ્રેસ પાસે ભાજપ કરતા વધારે ધારાસભ્યો છે. એવામાં કૉંગ્રેસને રાજસ્થાનમાં રાજ્યસભામાં જીતની આશા છે.
કૉંગ્રેસ પાસે હાલમાં 100 ધારાસભ્યો છે અને 11 અપક્ષ ધારાસભ્યો કૉંગ્રેસના સમર્થનમાં છે, જ્યારે ભાજપ પાસે માત્ર 72 ધારાસભ્યો છે. એવામાં કૉંગ્રેસ પાસે આ રાજ્યસભા બેઠક જીતવાની તક છે.
મનમોહન સિંહનો રાજ્યસભા કાર્યકાળ 14 જૂન ખત્મ થયો છે. તેઓ અસમથી સતત પાંચ વખતથી સાંસદ હતા. 15 જૂન 2013માં તેમનો છેલ્લો કાર્યકાળ શરૂ થયો હતો જે 14 જૂન 2019ના ખત્મ થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement