શોધખોળ કરો
Advertisement
શું મનસુખ હિરેનની હત્યા થઈ હતી ? જાણો શું કહે છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ
શુક્રવારે બપોરે સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનની લાશ કલવા ક્રીકમાં મળી હતી. જ્યારે આજે પણ તેના મોતનું સાચુ કારણ સામે નથી આવી રહ્યું.
મુંબઈ: શુક્રવારે બપોરે સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનની લાશ કલવા ક્રીકમાં મળી હતી. જ્યારે આજે પણ તેના મોતનું સાચુ કારણ સામે નથી આવી રહ્યું. પરિવાર માનવા તૈયાર નથી કે મનસુખ આત્મહત્યા કરી શકે. મનસુખ હિરેનની પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગઈ છે, જેમાં ઘણી વાતો લખવામાં આવી છે પરંતુ મોતનું કારણ હાલ પણ નથી બતાવવામાં આવ્યું.
મનનનસુખની પ્રાથમિક રિપોર્ટને સમજવા માટે એબીપી ન્યૂઝે ડૉ રાજેંદ્ર નિકમ સાથે વાત કરી. ડૉક્ટર નિકમે જણાવ્યું કે રિપોર્ટ મુજબ તેમની હત્યા પણ થઈ હોવાની શક્યતા છે પરંતુ તેનું સાચુ કારણ તો પૂરી રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. તેમણે જણાવ્યું કે જે રીતે તેમના શરીરના કેટલાક ભાગમાંથી ઈજાના નિશાન મળ્યા છે સાથે જે રિપોર્ટ 18 પોઈન્ટના (a) સેક્શનમાં યસ એંટીનમોર્ટમ લખ્યું છે એટલે કે મોતથી બચવા માટે જે એક્ટિવિટ કરવામાં આવે છે તેને એન્ટોમોર્ટમ કહેવામાં આવે છે.
આ સાથે જ ડૉક્ટર્સે મનસુખનું બલ્ડ અને પેટમાંથી ગેસ્ટિક જ્યૂસ નિકળ્યું છે જેને કેમિકલ એનાલિસિસ માટે મોકલવનામાં આવ્યું છે.તેનાથી ખબર પડશે કે મોત પહેલા મનસુખે દારૂ પીધો હતો, ઝેર પીધુ હતું, અથવા કોઈ અન્ય કેમિકલ તેના શરીરમાં હતું.
ઉલ્લેખનીય છે કે મનસુખ હિરેનની સ્કોર્પિયો મુકેશ અંબાણીના ઘર પાસે 20 જિલેટીન સ્ટિક્સ સાથે મળી હતી. બાદમાં ઘણી વખત ક્રાઈમ બ્રાંચે લોકોએ પૂછપરછ માટે તેમને બોલાવ્યા હતા. ગુરૂવારે સાંજે તાવડે નામના કોઈ પોલીસકર્મીનું ફોન આવ્યો હતો જેને મળવા તે ગયા પરંતુ પરત ન આવ્યા અને તેમનુ મોત થયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement