Maratha Reservation: મહારાષ્ટ્રમાં હિંસક બન્યું મરાઠા અનામત આંદોલન, બીડમાં કલમ 144 લાગૂ
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઈને ચાલી રહેલું આંદોલન સોમવારે હિંસક બનતું જોવા મળ્યું હતું. બે ધારાસભ્યોના ઘર અને ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી.
મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઈને ચાલી રહેલું આંદોલન સોમવારે હિંસક બનતું જોવા મળ્યું હતું. બે ધારાસભ્યોના ઘર અને ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગમાં આગ લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અનામતના સમર્થનમાં ભાજપના એક ધારાસભ્ય અને શિવસેના શિંદે જૂથના એક સાંસદે પણ રાજીનામાની જાહેરાત કરી છે.
આંદોલનકારીઓએ છત્રપતિ સંભાજી મહારાજ નગરના ગંગાપુરમાં ભાજપના ધારાસભ્ય પ્રશાંત બંબાની ઓફિસમાં તોડફોડ કરી હતી અને અન્ય ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘર પર પથ્થરમારો કર્યો હતો અને તેને આગ ચાંપી દીધી હતી. આ પછી બીડના માજલગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશન બિલ્ડિંગના પહેલા માળે આગ લાગી હતી. આ આગમાં મહાનગરપાલિકાના ફર્નિચરને નુકસાન થયું હતું.જાલના જિલ્લાના અંતરવાલી સરાટી ગામમાં જ્યાં મનોજ જરાંગે પાટીલના ઉપવાસ ચાલી રહ્યા છે, ત્યાં મરાઠા આંદોલનકારીઓએ મ્યુનિસિપલ હેડક્વાર્ટર સ્થિત તમામ સરકારી કચેરીઓને તાળા મારી દીધા હતા.
સોમવારે સાંજે આંદોલનકારીઓએ એનસીપીના અન્ય ધારાસભ્યના નિવાસસ્થાને આગ લગાવી દીધી હતી. બીડમાં એનસીપી ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરના નિવાસસ્થાને આગ લગાવી હતી. આ પછી પૂર્વ મંત્રી જય ક્ષીરસાગરનું ઘર પણ સળગાવવામાં આવ્યું હતું. બીડમાં એનસીપી કાર્યાલયમાં આગચંપી કરવાના પણ સમાચાર છે. બીડના કેટલાક વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
Maharashtra: NCP office set on fire by pro-Maratha reservation protestors
— ANI Digital (@ani_digital) October 30, 2023
Read @ANI Story | https://t.co/iuz1cNKCHm#Maharashtra #NationalistCongressParty #MarathaReservation pic.twitter.com/EbebC5yhWX
યવતમાલમાં આયોજિત મુખ્યમંત્રીના એક કાર્યક્રમમાં પણ હોબાળો થયો હતો. મુખ્યમંત્રી એકનાથ શિંદે અહીં 'શાસન આપકે દ્વાર' કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. ત્યાં તેમના કાર્યક્રમમાં શિવસેના ઉદ્ધવ જૂથના સમર્થકોએ હંગામો કરવાનો પ્રયાસ કર્યો હતો તેમને શાંત કરવા માટે પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી.
ધારાસભ્ય અને સાંસદે રાજીનામાની જાહેરાત કરી
રાજ્યમાં મરાઠા અનામતને કારણે અશાંતિની સંભાવનાને ધ્યાનમાં રાખીને, રાજ્ય પરિવહનની બસોની અવરજવર ઘણી જગ્યાએ બંધ કરી દેવામાં આવી છે. આ દરમિયાન, પરભણીના સાંસદ હેમંત પાટીલ અને ભાજપના ધારાસભ્ય લક્ષ્મણ પવારે મરાઠા આરક્ષણ માટે ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. લક્ષ્મણ પવાર બીડના ગેવરાઈ વિધાનસભા ક્ષેત્રમાંથી ઉમેદવાર છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial