શોધખોળ કરો

માયાવતીએ કરી મોટી જાહેરાત, હવે ક્યારેય કોઈ પાર્ટી સાથે નહીં કરે ગઠબંધન

માયાવતીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશની એકમાત્ર પ્રતિષ્ઠિત આંબેડકરવાદી પાર્ટી બસપાને આત્મ સન્માન  અને સ્વાભિમાન મૂવમેન્ટને દરેક રીતે નબળી પાડવાના જ્ઞાતિવાદી પ્રયાસો ચાલુ છે.

બસપા સુપ્રીમો માયાવતીએ પાર્ટીની ભાવિ યોજનાઓને લઈને સોશિયલ મીડિયા પર કેટલીક વાતો કહી છે. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, "ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોની ચૂંટણીઓમાં બસપાના વોટ સહયોગી પાર્ટીને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના વોટને બસપામાં ટ્રાન્સફર કરવાની ક્ષમતા ન હોવાને કારણે પાર્ટીને અપેક્ષા મુજબનું પરિણામ મળી રહ્યું નથી. ચૂંટણીના પરિણામોને કારણે કેડરને નિરાશા અને આંદોલનને નુકસાનથી બચાવવા જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો અને અગાઉની પંજાબની ચૂંટણીના કડવા અનુભવને ધ્યાનમાં રાખીને આજે હરિયાણા અને પંજાબની સમીક્ષા બેઠકમાં પ્રાદેશિક પક્ષો સાથે વધુ ગઠબંધન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે ભાજપ/એનડીએ અને કોંગ્રેસ/ઈન્ડિયા ગઠબંધનથી અંતર પહેલાની જેમ જ યથાવત રહેશે.

માયાવતીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશની એકમાત્ર પ્રતિષ્ઠિત આંબેડકરવાદી પાર્ટી બસપાને આત્મ સન્માન  અને સ્વાભિમાન મૂવમેન્ટને દરેક રીતે નબળી પાડવાના જ્ઞાતિવાદી પ્રયાસો ચાલુ છે, જેથી કરીને સ્વયં ઉદ્ધાર કરવા માટે અને શાસક બનવાની પ્રક્રિયા પહેલાની જેમ ચાલુ રાખવી જરુરી છે. 

તેમણે વધુમાં કહ્યું કે બસપા તમામ પક્ષો/સંગઠનો અને તેમના સ્વાર્થી નેતાઓને એક કરવા માટેનું આંદોલન નથી, પરંતુ બહુજન સમાજનના અંગોને પરસ્પર ભાઈચારા અને સહકારના બળ પર એક કરવા અને રાજકીય શક્તિ બનાવવા અને તેમને શાસક વર્ગ બનાવવાનું આંદોલન છે. 

બહુજન સમાજ પાર્ટી (BSP) પ્રમુખ માયાવતીએ શુક્રવારે ગઠબંધનને લઈને મોટો નિર્ણય લીધો છે. બસપાના વડાએ સોશિયલ મીડિયા પર સંકેત આપ્યો છે કે તેમની પાર્ટી ભવિષ્યમાં કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. તેમણે કહ્યું કે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો અને પંજાબની અગાઉની ચૂંટણીના કડવા અનુભવને જોતા હવે પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન નહીં થાય. જ્યારે NDA અને ઈન્ડિયા ગઠબંધનથી અંતર પહેલાની જેમ જ યથાવત રહેશે. માયાવતીએ સોશિયલ મીડિયા પર એક પછી એક અનેક પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી.  

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget