શોધખોળ કરો
Advertisement
CAAનું સમર્થન કરવું BSP ધારાસભ્યને પડ્યું મોંઘુ, માયાવતીએ પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ
મઘ્યપ્રદેશના પથેરિયાથી બીએસપી ધારાસભ્ય રમાબાઈ પરિહારે નાગરિકતા સંશોધન એક્ટ લાવવા માટે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો સાર્વજનિક રીતે આભાર માન્યો હતો.
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરને લઈને વિપક્ષ સતત વિરોધ કરી રહ્યું છે. બહુજન સમાજ પાર્ટી(બીએસપી) પણ તેનો વિરોધ કરી રહી છે. એવામાં મધ્યપ્રદેશમાં બીએસપીના ધારાસભ્યને તેનું સમર્થન કરવું મોંઘુ પડ્યું છે. પાર્ટીએ તેમના પર કડક કાર્યવાહી કરતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધાં છે.
મઘ્યપ્રદેશના પથેરિયાથી બીએસપી ધારાસભ્ય રમાબાઈ પરિહારે નાગરિકતા સંશોધન એક્ટ લાવવા માટે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો સાર્વજનિક રીતે આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આ નિર્ણય પહેલા જ લઈ લેવો જોઈતો હતો પરંતુ અગાઉ નિર્ણય લેવામાં કોઈ સક્ષમ નહોતું.
બીએસપી સુપ્રીમ માયાવતીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, બીએસપી અનુશાસિત પાર્ટી છે અને તેને તોડવા પર પાર્ટીના MP/MLA વગેરે વિરુદ્ધ પણ તત્કાલ કાર્યવાહી કરવામાં આવે છે. આ જ ક્રમમાં મધ્યપ્રદેશમાં પથેરિયાથી બીએસપી ધારાસભ્ય રમાબાઈ પરિહાર દ્વારા સીએએનું સમર્થન કરવા પર પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
માયાવતીએ જણાવ્યું કે, તેના પર પાર્ટી કાર્યક્રમમાં ભાગ લેવા પર પમ પ્રતિબંધ લગાવી દીધો છે. અગાઉ પણ તેને અનેકવાર પાર્ટી લાઈન પર ચાલવાની ચેતવણી આપવામાં આવી હતી.1. BSP अनुशासित पार्टी है व इसे तोड़ने पर पार्टी के MP/MLA आदि के विरूद्ध भी तुरन्त कार्रवाई की जाती है। इसी क्रम में MP में पथेरिया से BSP MLA रमाबाई परिहार द्वारा CAA का समर्थन करने पर उनको पार्टी से निलम्बित कर दिया है। उनपर पार्टी कार्यक्रम में भाग लेने पर भी रोक लगा दी गई है
— Mayawati (@Mayawati) December 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement