શોધખોળ કરો

વકફ બૉર્ડની મીટિંગમાં BJP-TMC નેતા ઝઘડ્યા, ટીએમસી સાંસદને હાથમાં કાચની બૉટલ વાગતા આવ્યા 4 ટાંકા

Waqf Board Meeting: જેપીસી બેઠકમાં બંને નેતાઓ વચ્ચે જોરદાર મારામારી દરમિયાન કલ્યાણ બેનર્જીએ કાચની પાણીની બૉટલ તોડી નાખી

Waqf Board Meeting: વકફ બિલને લઈને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા કલ્યાણ બેનર્જી અને બીજેપી સાંસદ અભિજીત ગંગોપાધ્યાય વચ્ચે જોરદાર ઘર્ષણ સાથે મારામારી થઇ છે. આ અથડામણમાં કલ્યાણ બેનર્જી ઘાયલ થઇ ગયા છે. 

જેપીસી બેઠકમાં બંને નેતાઓ વચ્ચે જોરદાર મારામારી દરમિયાન કલ્યાણ બેનર્જીએ કાચની પાણીની બૉટલ તોડી નાખી, જેના કારણે તેમના હાથમાં ઈજા પહોંચી હતી. તેમના હાથમાં ચાર ટાંકા પણ આવ્યા છે. 

આ અથડામણને કારણે થોડીવાર માટે સભા રોકી દેવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે કલ્યાણ બેનર્જીએ અચાનક બૉટલ ઉપાડી અને ટેબલ પર પછાડીને તોડી નાંખી હતી. જેના કારણે તે પોતે પણ ઘાયલ થયા હતા. આ બેઠક સંસદ પરિસરમાં યોજાઇ હતી.

જેપીસીની બેઠકમાં શું થયુ હતું
સૂત્રોનું કહેવું છે કે, આ બેઠકમાં ઘણા નિવૃત્ત ન્યાયાધીશો, વરિષ્ઠ વકીલો અને બૌદ્ધિકો હાજર રહ્યા હતા. દરમિયાન અચાનક કલ્યાણ બેનર્જી ઉભા થયા અને બોલવા લાગ્યા. આ પહેલા પણ તેઓ ઘણી વખત બેઠકમાં બોલ્યા હતા. પરંતુ આ વખતે જ્યારે તેણે બોલવાનું શરૂ કર્યું ત્યારે અભિજીત ગંગોપાધ્યાયે વાંધો ઉઠાવ્યો.

સૂત્રોનું કહેવું છે કે, જ્યારે અભિજિત ગંગોપાધ્યાયે વાંધો ઉઠાવ્યો ત્યારે કલ્યાણ બેનર્જીએ તેમની વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન બંનેએ એકબીજા સામે અપશબ્દોનો ઉપયોગ કર્યો અને ગુસ્સામાં કલ્યાણ બેનર્જીએ કાચની બૉટલ ઉપાડીને ટેબલ પર ફેંકી દીધી, જેના કારણે તેઓ ઘાયલ થયા. 

પહેલા પણ થઇ ચૂક્યો છે હંગામો
વકફ બિલ પર જેપીસીની બેઠકમાં હંગામો થયો છે. ગયા અઠવાડિયે પણ ભારે હંગામો થયો હતો, ત્યારબાદ વિપક્ષી સાંસદોએ વોકઆઉટ કર્યું હતું. મળતી માહિતી મુજબ વિપક્ષી સાંસદોએ ભાજપના સાંસદો પર તેમની વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષી સાંસદોનો આરોપ છે કે આ સમયગાળા દરમિયાન સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે પણ બીજેપી સાંસદો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી ન હતી. આ સાથે જ ભાજપના સાંસદોએ આરોપ લગાવ્યો કે વિપક્ષી સાંસદો દ્વારા અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો

હવે લૉરેન્સ બિશ્નોઇ લડશે ચૂંટણી ? કોણે આપી રાજનીતિમાં આવવાની ઓફર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 

Cyclone Dana: કેટલું ખતરનાક છે ચક્રવાત વાવાઝોડું 'દાના', બંગાળ-ઓડિશામાં હાઈ એલર્ટ  
Cyclone Dana: કેટલું ખતરનાક છે ચક્રવાત વાવાઝોડું 'દાના', બંગાળ-ઓડિશામાં હાઈ એલર્ટ  
વકફ બૉર્ડની મીટિંગમાં BJP-TMC નેતા ઝઘડ્યા, ટીએમસી સાંસદને હાથમાં કાચની બૉટલ વાગતા આવ્યા 4 ટાંકા
વકફ બૉર્ડની મીટિંગમાં BJP-TMC નેતા ઝઘડ્યા, ટીએમસી સાંસદને હાથમાં કાચની બૉટલ વાગતા આવ્યા 4 ટાંકા
Diwali 2024: તહેવારમાં ન કરો આ ભૂલ! ડિજિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર
Diwali 2024: તહેવારમાં ન કરો આ ભૂલ! ડિજિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan Crime : પાટણમાં પ્રાથમિક શાળાના આચાર્યે બાળકી સાથે અડપલા કરતા ખળભળાટVadodara Gang Rape Case : ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીઓ સામે 600 પાનાની ચાર્જશીટ દાખલGujarat Rain Forecast : આજે ગુજરાતના 17 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહીGold Silver Price Hike : દિવાળીના તહેવારો પહેલા સોના-ચાંદીમાં તેજી, સોનાના ભાવ 80,900એ પહોંચ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 
'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 
Cyclone Dana: કેટલું ખતરનાક છે ચક્રવાત વાવાઝોડું 'દાના', બંગાળ-ઓડિશામાં હાઈ એલર્ટ  
Cyclone Dana: કેટલું ખતરનાક છે ચક્રવાત વાવાઝોડું 'દાના', બંગાળ-ઓડિશામાં હાઈ એલર્ટ  
વકફ બૉર્ડની મીટિંગમાં BJP-TMC નેતા ઝઘડ્યા, ટીએમસી સાંસદને હાથમાં કાચની બૉટલ વાગતા આવ્યા 4 ટાંકા
વકફ બૉર્ડની મીટિંગમાં BJP-TMC નેતા ઝઘડ્યા, ટીએમસી સાંસદને હાથમાં કાચની બૉટલ વાગતા આવ્યા 4 ટાંકા
Diwali 2024: તહેવારમાં ન કરો આ ભૂલ! ડિજિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર
Diwali 2024: તહેવારમાં ન કરો આ ભૂલ! ડિજિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર
War: આક્રમક હિઝબુલ્લાહનો ઇઝરાયેલની રાજધાની પર 20 રૉકેટથી હુમલો, ખતરનાક વીડિયો વાયરલ

CWG 2026: ભારતને મોટો ઝટકો, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાંથી ક્રિકેટ-બેડમિન્ટન, હૉકી-શૂટિંગ બહાર

Flight Bomb Threat: એર ઇન્ડિયા સહિત 30 ફ્લાઇટ્સને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Gujarat Rain Forecast:  રાજ્યના 17 જિલ્લામાં આજે  ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Embed widget