MIB Twitter Account Hacked: માહિતી અને પ્રસારણ મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, Bitcoin ની લિંક શેર કરી લખ્યું – Something Amazing
MIB Twitter Account Hacked: હેકર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી લિંકના જવાબમાં ગ્રેટ જોબ પણ લખવામાં આવ્યું હતું.
MIB Twitter Account Hacked: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ આજે સવારે હેક કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હેકર્સે બિટકોઈનની એક લિંક શેર કરી હતી, જેમાં ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કનો ફોટો હતો. હેકર્સે લિંકની સાથે કેપ્શનમાં લખ્યું છે - 'સમથિંગ અમેઝિંગ'. જો કે હવે મંત્રાલયે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે એકાઉન્ટ ફરીથી ફિક્સ કરી દેવામાં આવ્યું છે.
હેકર્સે જવાબમાં ગ્રેટ જોબ પણ લખ્યું હતું
હેકર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી લિંકના જવાબમાં ગ્રેટ જોબ પણ લખવામાં આવ્યું હતું. હવે આ એકાઉન્ટ ફરીથી રિસ્ટોર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ટ્વિટર પર 1.4 મિલિયન ફોલોઅર્સ છે.
પીએમ મોદીનું એકાઉન્ટ પણ હેક થયું હતું
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યું હતું. તે દરમિયાન પણ હેકર્સે બિટકોઈન અંગે ટ્વિટ કરી હતી. હેકર્સે પીએમ મોદીના એકાઉન્ટમાંથી ટ્વિટ કરીને કહ્યું હતું કે બિટકોઈનને કાનૂની માન્યતા આપવી જોઈએ. જોકે, હેક થયા બાદ થોડીવારમાં જ એકાઉન્ટ રિસ્ટોર થઈ ગયું હતું.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,94,720 નવા કેસ નોંધાયા છે અને 442 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 60,405 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 9,55,319 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 11.05 ટકા છે ઓમિક્રોનના કુલ કેસ 4868 થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 69,49,17,180 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11 જાન્યુઆરીએ 17,61,900 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.