શોધખોળ કરો
Advertisement
ખેડૂત બિલને લઈ મચેલી બબાલ વચ્ચે મોદી સરકારે લીધો ફેંસલો, રવી પાકના ટેકાના ભાવ વધાર્યા
ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવમાં 85 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરવામાં આવ્યો છે. જે બાદ હવે ઘઉં 1925 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા છે.
નવી દિલ્હીઃ ખેડૂતો સાથે જોડાયેલા બિલના વિરોધ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે પાકના લઘુત્તમ ટેકાના ભાવ વધાર્યા છે. કેબિનેટે રવી પાક પર એમએસપીને વધારાની મંજૂરી આપી છે. ઘઉંની એમએસપી 85 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારવામાં આવી છે. જે બાદ હવે ઘઉં 1925 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા છે.
કૃષિ લાગત અને મૂલ્ય આયોગની ભલામણ બાદ કેન્દ્ર સરકાર અમુક પાક માટે વાવણી પહેલા જ લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત કરે છે. જેનાથી ખેડૂતોને એવો વિશ્વાસ અપાવવાનો પ્રયાસ થાય છે કે બજારમાં ભાવ ઘટશે તો પણ તેમના પાકનું સરકારે નક્કી કરેલું મૂલ્ય તેમને મળશે જ. આવી જાહેરાતથી સરકાર ખેડૂતોનું નુકસાન ઓછું કરવાનો પ્રયાસ કરે છે.
આ પહેલા પીએમ મોદીએ આજે કહ્યું હતું, હું દેશમાં દરેક ખેડૂતને ભરોસો આપું છું કે MSPની વ્યવસ્થા પહેલાથી જે રીતે ચાલતી આવતી હતી તેવી જ ચાલતી રહેશે. દરેક સીઝનમાં સરકારી ખરીદી માટે ચલાવવામાં આવતું અભિયાન ચાલતું રહેશે.
રૂપાણી સરકારના 3700 કરોડના રાહત પેકેજ માટે ક્યા તાલુકાના ખેડૂતો કરી શકશે અરજી ? જુઓ આ રહી સંપૂર્ણ યાદી
દેશના આ રાજ્યના 10 જિલ્લામાં થશે આજે રાતે 9 વાગ્યાથી થશે તાળાબંધી, લોકો ઘરની બહાર પણ નહીં નીકળી શકે
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement