શોધખોળ કરો
Advertisement
એર સ્ટ્રાઇકમાં કેટલા આતંકીઓ મર્યા? કેન્દ્રીય મંત્રી વીકે સિંહે બોલ્યા- HIT લગાવીને મચ્છર ગણવા બેસુ કે પછી સુઇ જાઉં...
નવી દિલ્હીઃ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સગઠન જૈશ-એ-મોહમ્મદના કેમ્પો પર વાયુસેનાની એર સ્ટ્રાઇક થઇ. આ જગ્યાએ કેટલા આતંકવાદીઓ માર્યા ગયા છે તેને લઇને રાજનીતિ શરૂ થઇ ગઇ છે. આ મામલે નેતાઓ પોતાનું અલગ અલગ નિવેદન આપી રહ્યાં છે.
આતંકીઓના મૃત્યુની આંકડાઓને લઇને કેન્દ્રીય મંત્રી વીકે સિંહે વિપક્ષો પર કટાક્ષ કર્યો છે. પૂર્વ સેના પ્રમુખ વીકે સિંહે ટ્વીટ કરીને કહ્યું- ''રાત્રે 3:30 વાગે મચ્છર બહુજ હતા, તો મે HIT લગાવી. હવે મચ્છર કેટલા મર્યા, એ ગણવા બેસુ કે પછી આરામથી ઊંગી જાઉ.?''
નોંધનીય છે કે, 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશના આતંકી કેમ્પો પર એર સ્ટ્રાઇક કરી હતી. જેમાં મોટી સંખ્યામાં આતંકીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં આતંકી કેટલા મર્યા તેને લઇને વિપક્ષ પુરાવાઓ માંગી રહ્યું છે ત્યારે શાસક નેતાઓ અલગ અલગ આંકડાઓ રજૂ કરી રહ્યાં છે.रात ३.३० बजे मच्छर बहुत थे,
तो मैंने HIT मारा। अब मच्छर कितने मारे, ये गिनने बैठूँ, या आराम से सो जाऊँ? #GenerallySaying — Vijay Kumar Singh (@Gen_VKSingh) March 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement