શોધખોળ કરો
Advertisement
પાર્ટી પર બોઝ છે અખિલેશના મંત્રી, શિવપાલે રાજીનામું આપ્યું તો પાર્ટી બર્બાદ થઈ જશે: મુલાયમ સિંહ યાદવ
લખનઉ: સમાજવાદી પાર્ટીની અંદર ચાલી રહેલી ખેંચતાણ બંધ થવાનું નામ જ લઈ રહ્યું નથી. સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવે સોમવારે એક મોટું નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું અખિલેશ યાદવના મંત્રી પાર્ટી ઉપર બોઝ છે.
મુલાયમ સિંહે કહ્યું, પાર્ટીમાં શિવપાલ સિંહ વિરુદ્ધ કાવતરા થઈ રહ્યા છે. શિવપાલ પોતાના કામમાં લાગેલા છે જ્યારે લોકો તેમના પાછળ પડેલા છે. તેમને કહ્યું, શિવપાલ બે વખત રાજીનામું આપી ચૂક્યા છે. પરંતુ મેં એમને રોક્યા છે. જો તેઓ છોડી દેશે તો પાર્ટી માટે મુશ્કેલીઓ ઉભી થશે.
તેમને અખિલેશને ચેતવણી આપતા કહ્યું કે મુખ્યમંત્રી અને તેમના મંત્રી સાવધાન રહે. જનતા સત્તા પર લાવવા અને હટાવવાનું શીખી ગઈ છે. તેમને કહ્યું, યુવાનો મસ્તીથી લખનઉમાં પડેલા છે. પોતાના બંગલામાં મંત્રી બેઠેલા છે. તેઓ બહાર એટલા માટે નથી નીકળતા કારણ કે તેઓને ગરમી ના લાગી જાય. આજના સૌથી વધુ મંત્રી સુવિધાઓ ભોગવે છે. શિવપાલના પાછળ પાર્ટી પડી છે તો તેનું કારણ પાર્ટીનો પ્રચાર છે. જો તેઓએ રાજીનામું આપી દીધું તો પરિસ્થિતિ ખરાબ થઈ જશે. તેમને મનાવવા પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement