શોધખોળ કરો
Advertisement
લોકડાઉન લંબાવવા અંગે મોદી સરકારની શું છે યોજના? આજે કેબિનેટની બેઠકમાં શું લેવાઈ શકે છે નિર્ણય?
બેઠકમાં 3 મે બાદની સ્થિતિ પર ચર્ચા પણ થઈ શકે છે. બાદમાં આ રિપોર્ટ પ્રધાનમંત્રી કાર્યાલયને મોકલવામાં આવશે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના પ્રકોપ બાદ લાગુ થયેલા દેશવ્યાપી લોકડાઉન પર ચર્ચા કરવા આજે કેબિનેટ બેઠક યોજાશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં દિલ્હીના સાઉથ બ્લોકમાં યોજાશે. બેઠકમાં દેશભરમાંથી મળી રહેલા ગ્રાઉન્ડ રિપોર્ટ પર વિચાર વિમર્શ કરાશે.
બેઠકમાં 3 મે બાદની સ્થિતિ પર ચર્ચા પણ થઈ શકે છે. બાદમાં આ રિપોર્ટ પ્રધાનમંત્રી કાર્યાલયને મોકલવામાં આવશે. 3 મે બાદ લોકડાઉન આગળ વધારવાની સંભાવના ઓછી છે. જેમાં લોકડાઉન બાદ મળનારી છૂટ શરતોને આધિન હશે.
મીટિંગ દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગ અને માસ્ક ફરજિયાત પહેરવું પડશે. ટ્રેન, ફ્લાઇટ શરૂ થવાની શક્યતા ઓછી છે. ઓફિસોમાં સોશિયલ ડિસ્ટેંસિંગની સાથે કામ કરવાની મંજૂરી મળી શકે છે.
આ ઉપરાંત લગ્ન સમારંભો અને ધાર્મિક સ્થળોને લઈ રાહત મળવાની આશા નહીંવત છે. બેઠકમાં બંધ દરમિયાન જરૂરિ વસ્તુઓની સપ્લાઈ ચેન અને તેની ઉપલબ્ધતા પર ચર્ચા થશે. ઉપરાંત અપ્રવાસી મજૂરોને દેશભરમાં થઈ રહેલી મુશ્કેલીઓ પર ચર્ચા થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement