શોધખોળ કરો
કોરોનાની વેક્સિનને લઇને સૌથી મોટા સમાચાર, સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું, આ તારીખથી શરૂ થઇ શકે છે વેક્સિનેશનની પ્રક્રિયા
ડિજિટલ માધ્યમથી જ પ્રથમ અને બીજા ડોઝ માટે તારીખ આપવામાં આવશે.
![કોરોનાની વેક્સિનને લઇને સૌથી મોટા સમાચાર, સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું, આ તારીખથી શરૂ થઇ શકે છે વેક્સિનેશનની પ્રક્રિયા ministry of health said corona vaccination may start in 10 days કોરોનાની વેક્સિનને લઇને સૌથી મોટા સમાચાર, સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું, આ તારીખથી શરૂ થઇ શકે છે વેક્સિનેશનની પ્રક્રિયા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/05224201/vaccine-covid.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર
નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે 10 દિવસમાં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થઈ જશે. કોવેક્સિનના ઉપયગો પહેલા મંજૂરી લેવી જરૂરી હશે. મંજૂરી મળ્યાના 10 દિવસ બાદ વેક્સિન રોલ આઉટ થઈ શકે છે. કોરોના પર પત્રકાર પરિષદ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતની જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અલગ-અલગ રાજ્યોમાં કરવામાં આવેલું વેક્સિન ડ્રાઈ સફળ રહ્યું છે.
મંત્રાલયે કહ્યું કે દરરોજ નોંધાતા કોરોના સંક્રમણના પોઝિટિવ કેસ 3 ટકા કરતા ઓછા થયા છે. સક્રિય કેસની સંખ્યા 2.5 લાખ છે. જેમાંથી માત્ર 44 ટકા હોસ્પિટલમાં છે જ્યારે 56 ટકા કેસ એવા છે જે એસિંપ્ટોમેટિક અથવા માઈલ્ડ સિમ્ટમ્સ વાળા છે જે હોમ આઈસોલેશનમાં છે. પત્રકાર પરિષદમાં સરકારે કહ્યું કે ભારતમાં ગત સપ્તાહે પ્રતિ લાખ આબાદી પર માત્ર 96 નવા કેસ આવ્યા છે જેમાં પ્રતિ દસ લાખ એક મોત છે.
દેશમાં વેક્સિન પહોંચાડવાની પ્રક્રિયા કેવી હશે ?
મંત્રાલયે જાણકારી આપી છે કે ડિજિટલ રીતે મોનિટર કરવામાં આવશે. આ પ્રક્રિયામાં બલ્ક ડિપો પર વેક્સિન ભંડાર દરમિયાન મોનિટરિંગ કરે છે. કોરોના રસીકરણના કારણે ઘણા મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યા છે જે સરકારને સતત અને વ્યાપક દેખરેખની ક્ષમતા આપે છે. ડિજિટલ માધ્યમથી જ પ્રથમ અને બીજા ડોઝ માટે તારીખ આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)