શોધખોળ કરો

ભારત ચંદ્રયાન-3 લૉન્ચ કરશે ને પાકિસ્તાન જોતુ રહેશે, જાણો છો ભારતમાં ઇસરો છે તેવી રીતે પાકિસ્તાનમાં કઇ સ્પેસ એજન્સી છે ?

ભારતીય સ્પેસ એજન્સીની રચનાના આઠ વર્ષ પહેલા પાકિસ્તાને તેની સ્પેસ એજન્સીની સ્થાપના કરી હતી

Mission Chandrayaan-3: આજે ભારત માટે એક મહત્વનો અને ઐતિહાસિક દિવસ બની રહેશે, આજે ભારત પોતાનું મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-3ને લૉન્ચ કરી રહ્યું છે. ખાસ વાત છે કે, ભારત અને પાકિસ્તાન લગભગ એકસાથે આઝાદ થયા છે. આઝાદી પછી લગભગ 76 વર્ષની આ યાત્રામાં બંને દેશોએ ઘણી પ્રગતિ કરી. આમાં હવે આજે ભારત 14 જુલાઈ 2023એ ચંદ્રયાન-3 લૉન્ચ કરશે, શુક્રવારે એટલે કે 14 જુલાઈએ બપોરે 2.35 કલાકે ભારત પોતાનું ત્રીજું ચંદ્ર મિશન લૉન્ચ કરશે. વિશ્વની સૌથી વિશ્વસનીય અને અગ્રણી અવકાશ એજન્સી ISRO ફરી એકવાર અવકાશમાં પોતાની દમદાર છાપ છોડવા માટે તૈયાર છે, પરંતુ આનાથી વિપરિત પાકિસ્તાને આ મામલે કોઈ ખાસ પ્રગતિ કરી નથી. આનો અંદાજ એ વાત પરથી લગાવી છે કે ભારતમાં કેટલાય લોકોને પાકિસ્તાનની સ્પેસ એજન્સીનું નામ પણ ખબર નથી.

શુ છે પાકિસ્તાનની સ્પેસ એજન્સીનું નામ ?
ભારતીય સ્પેસ એજન્સીની રચનાના આઠ વર્ષ પહેલા પાકિસ્તાને તેની સ્પેસ એજન્સીની સ્થાપના કરી હતી, પરંતુ આજે સ્થિતિ એવી છે કે પાકિસ્તાની સ્પેસ એજન્સી પોતાને ટકાવી રાખવા પણ સખત સંઘર્ષ કરી રહી છે, અને ચીનની મદદ માંગી રહી છે. પાકિસ્તાને 16 સપ્ટેમ્બર 1961ના દિવસે તેની સ્પેસ એજન્સી સુપાર્કોની સ્થાપના કરી હતી. જ્યારે ઈસરોની સ્થાપના 1969માં થઈ હતી. તે પહેલા ભારતીય અવકાશ એજન્સી ઈન્ડિયન નેશનલ કમિટી ફૉર સ્પેસ રિસર્ચ તરીકે જાણીતી હતી.

અત્યાર સુધીમાં લૉન્ચ કર્યા માત્ર 5 સેટેલાઇટ - 
ઈસરોએ અત્યાર સુધીમાં 34 દેશોના 424 ઉપગ્રહો સફળતાપૂર્વક લૉન્ચ કર્યા છે. તે વૈશ્વિક સ્તરે નંબર વન સ્પેસ એજન્સી છે અને કૉમર્શિયલ લૉન્ચિંગમાં અગ્રેસર છે. ISRO એ 123 અવકાશયાન મિશન, 91 પ્રક્ષેપણ મિશન, 15 વિદ્યાર્થી ઉપગ્રહ પ્રક્ષેપણ, 2 પુનઃપ્રવેશ મિશન અને ત્રણ ભારતીય ખાનગી ઉપગ્રહ પ્રક્ષેપણ કર્યા છે. તેનાથી વિપરિત પાકિસ્તાને અત્યાર સુધીમાં માત્ર પાંચ સેટેલાઈટ લૉન્ચ કર્યા છે. જેમાંથી છેલ્લું પાંચ વર્ષ પહેલા 2018માં લૉન્ચ કરવામાં આવ્યું હતું.

ISROથી દાયકાથી પાછળ છે SUPARCO  - 
પાકિસ્તાનની સ્પેસ એજન્સી (સ્પેસ એન્ડ અપર એટમોસ્ફિયર રિસર્ચ ઓર્ગેનાઈઝેશન, સુપાર્કો) ભારતથી દાયકાઓ પાછળ છે. દુનિયામાં તેની કોઈ ઓળખ નથી, જ્યારે ઈસરોએ પ્રથમ પ્રયાસમાં જ મંગળ પર પહોંચીને સમગ્ર વિશ્વનો વિશ્વાસ જીતી લીધો છે. ભારત અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે અગ્રણી દેશોમાંનો એક છે અને દક્ષિણ એશિયામાં નંબર વન છે. દક્ષિણ એશિયાના દેશોમાં ભારત ઉપરાંત માત્ર ચીન જ એક એવો દેશ છે જે અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં કેટલાક પ્રયાસો કરી રહ્યું છે. આ રેસમાં પાકિસ્તાન ક્યાંય પણ ટકતું નથી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget