શોધખોળ કરો
Advertisement
અરુણાચલમાં ઉગ્રવાદીઓનો હુમલો, NPPના ધારાસભ્ય અને તેના પુત્ર સહિત 11 લોકોના મોત
આ હુમલાનો આરોપ નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડના ઉગ્રવાદીઓ લગાવવામાં આવ્યો છે. ઉગ્રવાદીઓએ ગાડી પર ફાયરિંગ કર્યું હતું અને તેમા હાજર તમામ લોકોની હત્યા કરી નાખી હતી.
નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશમાં ઉગ્રવાદીઓએ એક મોટો હુમલો કરતા 11 લોકોના મોત નીપજ્યા છે. ઉગ્રવાદીઓએ હુમલો કરી એનપીસી ધારાસભ્ય અને તેના પુત્ર સહિત 11 લોકોની હત્યા કરી દીધી છે. આ હુમલામાં ધારાસભ્યના સુરક્ષા અધિકારીને પણ ગોળી વાગી છે જેને હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના પર મેઘાલયના સીએમ કોનાર્ડ સંગમાએ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું છે. અને કહ્યું કે એનપીપી આ ઘટનાથી પરેશાન અને દુખી છે કે ધારાસભ્ય તિરંગ અબો અબોહનું મોત થઈ ગયું છે. જ્યારે કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિરણ રિજીજુએ પણ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેઓએ ટ્વિટ કર્યું કે ‘હું અરુણાચલના એમએલએ તિરોન્ગ ઓબોહ, તેના પરિવાર સહિત 11 લોકોની નિર્મમ હત્યાથી દુખી છું. હુમલા કરનારાઓ સામે પગલા લેવામાં આવશે.
આ હુમલાનો આરોપ નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડના ઉગ્રવાદીઓ લગાવવામાં આવ્યો છે. ઉગ્રવાદીઓએ ગાડી પર ફાયરિંગ કર્યું હતું અને તમામ લોકોની હત્યા કરી નાખી હતી.The NPP is extremely shocked and saddened by the news of the death of its MLA Shri Tirong Aboh (Arunachal Pradesh) and his family. We condemn the brutal attack and urge @rajnathsingh and @PMOIndia to take action against those responsible for such attack.
— Conrad Sangma (@SangmaConrad) May 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion