પુણેની રેલીમાં મનસે પ્રમુખ રાજ ઠાકરેએ અલ્પેશ ઠાકોર પર આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
Raj Thackeray Pune Rally: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પુણેમાં રેલીને સંબોધતા કહ્યું કે શા માટે તેમનો અયોધ્યા પ્રવાસ રદ્દ થયો. આ સાથે તેમણે અલ્પેશ ઠાકોર પર નિવેદન આપ્યું છે.
Pune : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ પુણેમાં એક મોટી રેલીને સંબોધી હતી. ઔરંગાબાદ પછી આ તેમની બીજી રેલી છે. આ રેલીમાં રાજ ઠાકરેએ જણાવ્યું કે તેમનો અયોધ્યા પ્રવાસ કેમ રદ થયો. આ દરમિયાન તેણે કહ્યું કે જો હું અયોધ્યા ગયો હોત તો મારી સામે ઘણા કેસ નોંધાયા હોત. હું રામલલાના દર્શન કરવા માંગતો હતો, પરંતુ ખરાબ તબિયતને કારણે તે થઈ શક્યું નહીં.
આ દરમિયાન ઉત્તર ભારતીયોની માફી માંગવાના મુદ્દે રાજ ઠાકરેએ ગુજરાત ભાજપના નેતા અલ્પેશ ઠાકોર પર નિવેદન આપ્યું હતું. ઉત્તરપ્રદેશના ભાજપ સાંસદ બ્રિજભૂષણ સિંહે રાજ ઠાકરેને ચેતવણી આપતા કહ્યું હતું કે તેઓ અયોધ્યા આપવતા પહેલા ઉત્તર ભારતીયોમની માફી માંગે.
આના જવાબમાં રેલીમાં રાજ ઠાકરેએ કહ્યું કે જો વાત માફી માંગવાની હોય તો ગુજરાતમાં અલ્પેશ ઠાકોર નામની વ્યક્તિ છે. વર્ષ 2017 માં, યુપી બિહારના પરપ્રાંતિય મજૂરો જેઓ મજૂરી કરવા ગુજરાત ગયા હતા. તેમાંથી એકે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદ સુરતમાં ઉત્તરપ્રદેશ અને બિહારના લોકોની હત્યા કરવામાં આવી હતી. લગભગ 15000 ઉત્તર ભારતીયો ગુજરાત છોડીને મુંબઈ આવ્યા, પછી ઉત્તરપ્રદેશ ગયા. ઉત્તર પ્રદેશમાં તેની હત્યા કરવામાં આવી હતી. ગુજરાતમાંથી તે લોકોએ હિજરત કરવી પડી હતી. એ લોકોની કોણ માફી માંગશે? આ બધું રાજકારણ છે.
પુણેમાં રેલીને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું કે, શું શિવસેના નક્કી કરશે કે અસલી અને નકલી હિન્દુત્વ શું છે. ઉત્તર ભારતીયોનું અપમાન કરવાના આરોપ પર તેમણે કહ્યું કે અમારું આંદોલન એટલા માટે હતું કે લોકોને તેમના જ રાજ્યમાં નોકરી મળે. શા માટે અમને હવે માફી માંગવાનું કહેવામાં આવે છે? અમે પાકિસ્તાની કલાકારોને મુંબઈમાંથી બહાર કાઢવાનું કામ કર્યું. તેમણે ઉદ્ધવ ઠાકરેને પૂછ્યું, “તમે કયું આંદોલન કર્યું?”